ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

સોશિયલ મીડિયા એંડ ઈટ્સ ક્રેડિબિલિટી ઈન ધ ટાઈમ્સ ઓફ ઈનફોડેમિક વિષય પર વેબીનાર

પારૂલ વિશ્વવિદ્યાલયમાં આર્ટસ ફેકલ્ટી, આર્ટ્સ ઓફ આર્ટ્સ ફેકલ્ટી હેઠળ જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 'સોશિયલ મીડિયા અને ઇટ્સ ક્રેડિટિબિલિટી ઇન ધ ટાઇમ્સ ઓફ ઇન્ફોડેમિક' વિષય પર એક વેબિનારનુ આયોજન કર્યુ હતુ.
 
વેબિનારના મુખ્ય અતિથિ વક્તા અને વિશ્વના પ્રથમ હિન્દી વેબ પોર્ટલ 'વેબદુનિયા' ના એડિટોરિયલ હેડ અને વરિષ્ઠ પત્રકાર સંદીપ સિસોદીયાએ  પારૂલ ડિપાર્ટમેંટ ઓફ જર્નાલિઝ્મ એંડ માસ કોમ્યુનિકેશના ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને સહભાગીઓને સંબોધન કર્યું.
 
વેબિનારમાં, સિસોદિયાએ સોશિયલ મીડિયાની લોકપ્રિય સાઇટ્સ ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, લિંક્ડઇન, વગેરે વિશે માહિતી આપી હતી અને તેના પર વર્તમાન સમયમાં યૂઝર્સનો પણ વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો.
 
સંદિપ સિસોદીયાએ ઇન્ટરેક્ટિવ નેટવર્કિંગ મીડિયા શેરિંગ નેટવર્ક, ડિસ્કશન ફોરમ, બુક માર્કિંગ અને કન્ટેન્ટ ક્રિએશન નેટવર્ક, કન્ઝ્યુમર રિવ્યુ નેટવર્ક, બ્લોગિંગ અને પબ્લિશિંગ નેટવર્ક, સોશિયલ શોપિંગ, ઈંટ્રેસ્ટ બેસ્ડ નેટવર્ક સહિત વિવિધ પ્રકારના સોશિયલ નિટવર્કિંગ વિશે જણાવ્યુ. 
 
તેમણે ધ કન્સર્ન્સ એંડ ક્રેડિબિલિટી ઑફ સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયા પર વાયરલ થનારા વિવિધ પ્રકારના સમાચારો, ફેંક ન્યુઝ, મિસ ઈંફોર્મેશન એવં ડિસ ઈંફોર્મેશન વિશે વિસ્તારથી માહિતી આપી. સિસોદિયાએ ક્રૉસ ચૈક એંડ વેરિફાઈના ટિપ્સ અને ટ્રિક્સ પણ આપ્યા. 
 
આ અવસર પર પારૂલ વિવિ ના ડીન, ફેકલ્ટી ઓફ આર્ટ્સના પ્રિંસિપલ, પ્રોફેસર જર્નાલિજ્મ એંડ માસ કમ્યુનિકેશ, પ્રો. ડૉ. રમેશ કુમાર રાવતે વેબીનારના શરૂઆતમાં વેબદુનિયાના એડિટોરિયલ હેડ સંદીપ સિસોદિયાના સ્વાગત ઉદ્દબોધનના માધ્યમથી સ્વાગત કર્યુ અને વેબીનારના અંતમાં આભાર બતાવ્યો. બીજી બાજુ વેબીનારના શરૂઆતમાં ડિપાર્ટમેંટ ઓફ જર્નલિજ્મ એંડ માસ કમ્યુનિકેશનના આસિસ્ટેંટ પ્રોફેસર અચલેંદ્ર કટિયારે સિસોદિયાનો પરિચય આપ્યો.  વેબીનારમાં સ્ટુડેંડ મૉડરેટરના રૂપમાં બીએ જર્નાલિજ્મ એંડ માસ કમ્યુનિકેશનની વિદ્યાર્થીની ઈશા મેહતા, કશિશ સુંદરાનીએ ભૂમિકા ભજવી. આ અવસર પર સિસોદિયાએ વિદ્યાર્થીઓની જિજ્ઞાસાઓનુ સમાધાન પણ કર્યુ. વેબીનારમાં દેશના વિવિધ પ્રદેશોમાંથી સેકડો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, અભ્યાસર્થીઓ અને પત્રકારોએ ભાગ લીધો.