1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 જાન્યુઆરી 2020 (12:07 IST)

જુગારમાં હારી જતા પત્નીએ દાગીના પણ ગીરવે મુક્યા

રાજકોટ શહેરનાં સહકાર મેઇનરોડ પરનાં મેઘાણીનગર શેરી નંબર 11માં રહેતી 26 વર્ષની એકતા અંકિત ભીમાણી ઘરનાં સાસરીયાનાં 5.60 લાખનાં ઘરેણા ગીરવે મુકીને પોતાના પિયર અમદાવાદ ભાગી ગઇ હતી. જે અંગે પતિ અંકિત અમૃતલાલ ભીમાણીએ પત્ની સામે છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાની ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે અમદાવાદ આવીને એકતાની ધરપકડ કરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં કરિયાણાનાં ધંધાર્થી અંકિતનાં લગ્ન ત્રણ વર્ષ પહેલા અમદાવાદનાં નારોલ વિસ્તારની હરિ દર્શન ચોકડી નજીકની ન્યુ ઈન્ડિયા કોલોનીમાં રહેતા જુનાગઢનાં સાપુર ગામના વતની એક્સ આર્મીમેન કિશોર મોહનભાઈ આરદેસણાની પુત્રી એકતા સાથે થયા હતા. આ પરિવાર ઘરેણાઓ, રોકડ ઘરે કબાટનાં લોકરમાં રાખતા હતા. આ અંગે એકતા જાણતી હતી. પતિએ જણાવ્યું કે, પત્ની રોજ જીમમાં જવાનું કહીને બપોરે દોઢ વાગે ઘરે આવતી હતી. એકતા નવરાત્રીના આઠમા નોરતે અચાનક જ ઘરે કોઈને કહ્યા વગર પીયર અમદાવાદ આવી ગઇ હતી.જે બાદ બીજા જ દિવસે અલ્કાબેન ઈમરાન નામની મહિલા એકતાના સાસરીયાનાં ઘરે પહોંચી હતી. ત્યાં જઇને સાસરિયાઓને કહ્યું હતું કે, એકતા બાર લાખની રકમ જુગારમાં હારી ગઈ છે જે લેવાની છે. જેથી પતિ અંકિતને આ આખી બાબતની જાણ થઇ હતી. આ ઘટસ્ફોટ બાદ ઘરમાંથી રકમ કે ઘરેણા નહીં લઈ ગઈ હોયની આશંકાએ જ્યાં ચાવી રહેતી ત્યાંથી લઈને કબાટ ખોલાતા અંદરથી ઘરેણા પણ ગાયબ હતા. પત્નીને ફોન કરીને પુછતાં તેણીએ ઘરેણા ફાઈનાન્સમાં ગીરવે મુકી દીધાનું જણાવ્યું હતું. ઘરેણા પરત આવ્યા નહીં જેથી અંકિતે પત્ની સામે 5.60 લાખ રૂપિયાની કિંમતનાં ઘરેણા ગીરવે મુકીને છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી મહિલા નાસી ન છુટે એ માટે રાતોરાત જ અમદાવાદ જઈને અંકિતાને ઝડપી લીધી હતી. આ અંગે પોલીસનાં જણાવ્યાં પ્રામણે, આરોપી મહિલાએ શ્રાાવણ માસમાં જંકશન પ્લોટમાં કુખ્યાત ઈમરાન મેણુંને ત્યાં જુગાર રમવા જતી હોવાની કેફિયત આપી છે. મયુરી સોની નામની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ઈમરાનને ત્યાં જુગાર રમવા જતી હતી. મહિલાએ કરેલા આક્ષેપો અંગે મયુરી સોની, અલકા સહિતની પુછતાછ કરાશે. પત્નીએ સામે આક્ષેપ કર્યાઆ કેસની બીજી બાજુ આરોપી મહિલાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, 'પોતાને પતિ જ જુગાર સ્થળે મુકવા આવતો હતો, રકમ જીતીને ઘરે આપતી ત્યારે બધાને ગમતું હતું. જીતેલી રકમ પૈકી ત્રણ લાખ તો સાસરીયાઓએ વ્યાજે ચઢાવી દીધા હતા.'