શનિવાર, 22 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 (14:36 IST)

Lion Viral Video - ભાવનગર-સોમનાથ હાઈવે પર જોવા મળ્યો સિંહ તો થંભી ગઈ ગાડીઓ

Lion Crossing The Road
Lion Crossing The Road
Gujarat Lion Viral Video: ગુજરાતના અમરેલી જીલ્લાનો એક ચોંકાવનારો નજારો સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે.  આ વીડિયો ગુજરાતના ભાવનગર-સોમનાથ હાઇવેનો હોવાનું કહેવાય છે, જ્યાં સિંહના પ્રવેશ પછી કાર, મોટરસાઇકલ અને અન્ય વાહનો થોડા સમય માટે રોકાઈ ગયા હતા. હા, લગભગ ૧૫ મિનિટ માટે બધો ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો! આ દરમિયાન, એક કાર ચાલકે આ દુર્લભ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી, જેનો વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.
 
આ વીડિયો સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ્સ પર શેયર કરવામાં આવી રહ્યો છે. ઈસ્ટાગ્રામ હૈંડલ   @ranthamboresome પરથી 18 ફેબ્રુઆરીના રોજ આ ક્લિપને પોસ્ટ કરતા લખવામાં આવુ કે 'ભાવનગર-સોમનાથ હાઈવે પર હાલ ટ્રાફિક થંભી ગયો. જ્યારે એક સિહ રસ્તા પર આવી ગયો.  ‘જંગલના રાજા’ ને જોતા જ કાર, ટ્રક અને બાઈક બધા રોકાય ગયા અને લગભગ 15 મિનિટ સુધી વાહન ન ચાલ્યા.  આ વીડિયો એક કારમાંથી શૂટ કરવામાં આવ્યો છે, જે રસ્તાની બીજી બાજુએ રોકાઈ હતી. જોકે, સિંહ હાઇવે પર ઢાળ પરથી નીચે એક મંદિર તરફ ગયો.
ઉલ્લેખનીય  છે કે ગુજરાતમાં આ રીતે સિંહો દેખાવા એ કોઈ નવી વાત નથી. અગાઉ, જિલ્લાના એક રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે કુલ છ સિંહ અને સિંહણ જોવા મળી હતી. અહેવાલ મુજબ, અમરેલી જિલ્લામાં વન્યજીવોની અવરજવર વધી રહી છે. જ્યારે ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહોની અચાનક હિલચાલને કારણે ઘણા સિંહો ઘાયલ થયા છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે. ગીરની સરહદે આવેલા ગામડાઓમાં સિંહો રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને પાળેલા પશુઓનો શિકાર કરતા હોવાના વીડિયો હવે સામાન્ય બની ગયા છે.