શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 માર્ચ 2018 (14:08 IST)

દારુબંધી વાળા ગુજરાતમાં દારુની લીલા લ્હેર, લિકર પરમિટમાં 2 વર્ષમાં 108%નો વધારો

રાજ્યમાં લિકર પરમિટમાં અચનાક ઉછાળને જોઈને રાજ્ય સરકાર પણ ચોંકી ગઈ અને લિકર પરમિટ આપવા પર કામચલાઉ પાબંદી લગાડી દીધી છે. પાછલા બે વર્ષમાં આરોગ્યના આધારે માગવામાં આવતી લિકર પરમિટમાં 108%નો વધારો થયો છે. જે 1960થી શરુ થયેલ દારુબંધીના ઇતિહાસમાં પહેલીવાર પરમિટમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના આંકડા અનુસરા 2015માં 1922 લિકર પમરિટ સમગ્ર વર્ષ દરમિયાન ઇશ્યુ કરવામાં આવી હતી તેની સામે 2016માં 2841 અને 2017માં 3998 જેટલી હેલ્થ આધારીત પરમિટ આપવામાં આવી.

આ ડેટા મુજબ સુરતમાં આરોગ્ય આધારિત સૌથી વધુ લિકર પરમિટ ધારકો છે. ત્યારબાદ બીજા ક્રમે અમદાવાદ અને ત્રીજો ક્રમ રાજકોટનો આવે છે.જ્યારે નવી પરમિટ માટે પાછલા બે વર્ષમાં આવેલ વધારાને કમ્પેર કરવામાં આવે તો પોરબંદરમાં ટકાવારીની દ્રષ્ટીએ 190% જેટલો વધારો થયો છે. જ્યારે આ પહેલા પોરબંદરમાં ફક્ત પાંચ જ પરમિટ હોલ્ડર હતા. પાછલા બે વર્ષમાં સુરત, તાપી, ભાવનગર, નર્મદા, સાબરકાંઠા, પાટણ અને જુનાગઢમાં પરમિટ ધારકોની સંખ્યા ઘટી ગઇ હતી જ્યારે પોરબંદર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, વલસાડ અને જામનગર જીલ્લાઓમાં આ હેલ્થ બેઝ્ડ લિકર પરમિટમાં જબરજસ્ત વધારો થયો છે. અધિકારીએ કહ્યું કે, ‘તાજેતરમાં જ એક કિસ્સો હતો કે એક વેપારીએ નોટિફાઇ કરેલા વિસ્તારમાંથી દારુ ખરીદ્યો હતો પરંતુ એક પોલીસ અધિકારીએ તેમને તે જગ્યાની નજીક જ અટકાવ્યા તેમના પરિવાર સાથે તમામ પર દારુની હેરાફેરીનો કેસ નાખવાની ધમકી આપી વેપારી પાસેથી રુ.12 લાખ પડાવ્યા હતા.’જ્યારે આવું જ અમદાવાદના કપલ સાથે બન્યું હતું જે હનિમૂન દરમિયાન દુબઈથી ડ્યુટીફ્રી શોપમાંથી લિકર બોટલ લઈ આવ્યું હતું. પોલીસે તેમને એરપોર્ટથી ઘરે જતા રસ્તામાં રોકીને રુ. 60000 ઉઘરાવ્યા હતા જેના કારણે પીએસઆઈ અને ત્રણ બીજા પોલીસ જવાનોને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો.