સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2017 (11:55 IST)

શું પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન તમિલનાડુના રાજ્યપાલ બન્યા ? અફવાઓનું બજાર ગરમ

ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ જ્યારે સીએમ પદ પર બિરાજમાન હતાં ત્યારે ગુજરાતમાં અનેક ઘટનાઓ બની હતી. જેને પગલે તેમના સ્થાને વિજય રૂપાણીને સીએમ બનાવવામાં આવ્યાં અને ભાજપમાં તેમનું કદ વજુભાઈ વાળાની જેમ ઓછું કરી દેવામાં આવ્યું. મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ તેમને પંજાબના ગવર્નર બનાવવાની અફવાઓ ઊડી હતી. તે વખતે પણ તેમણે ગુજરાત બહાર જવાનો ઇન્કાર કરીને ગુજરાતમાં જ રહેવાનું જાહેર કર્યું હતું.

બજેટસત્રમાં રાજકીય ગરમી વચ્ચે લાફા પ્રકરણને ઢાંકવા ભાજપના એક જૂથે આ પ્રકારનો મેસેજ વાઇરલ કર્યો હોવાનું બહેનના સમર્થકોએ જણાવ્યું હતું. પ્રશ્નકાળ બાદ આનંદીબહેન પટેલને અભિનંદન આપવા પ્રયાસ કરનારા ભાજપના જ કેટલાંક સભ્યોને ‘આવું કંઇ નથી’ કહીને તામિલનાડુના રાજ્યપાલપદે નિયુક્તિના મેસેજ ઉપર પૂર્ણવિરામ મૂકયું હતું. ગૃહમાં દલિત સરપંચની હત્યાનો મુદ્દો ઉછળ્યાની ગણતરીની મિનિટોમાં વાઇરલ થયેલા આ મેસેજ સામે સોશ્યલ મીડિયામાં બહેનના સમર્થકોએ “સપ્તાહમાં ત્રણ દિવસ આરએસએસના સંસ્કાર ધામ શૈક્ષણિકકાર્ય કરે છે અને બાકીના ત્રણ દિવસ સામાજિક કેળવણીના જાહેર કાર્યક્રમોમાં પ્રવૃત રહેતા હોવાનું જણાવીને ગુજરાતના રાજકરણમાં હાસિયામાં રહેલા આનંદીબહેન ગુજરાતમાં રહી રાજકીય લડાઇ લડશે, હિસાબ પૂરો કરશે” તેવો વળતો પ્રહાર કર્યો હતો.