એક મહિલાની આંખમાંથી કાઢી 250 થી વધુ જૂ
સાવરકુંડલા ના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો.. આંખોના વિભાગના ડો. મૃગાંક પટેલે એક વૃદ્ધ મહિલાની ઉપરી પાંપણમાંથી 250 થી વધુ જૂ અને 80 ઈંડા ઓપરેશન દ્વારા કાઢ્યા. ગીતાબેન મેહતા નામની આ વૃદ્ધ મહિલા છેલ્લા દોઢ મહિનાથી આંખોની બીમારીથી પીડિત હતી..
જ્યારે તે સાવરકુંડલાના આરોગ્ય મંદિરમાં પોતાની તપાસ કરાવવા ગઈ, ત્યારે ડૉક્ટરે માઇક્રોસ્કોપ દ્વારા તેના ઉપરના પોપચા પર અસંખ્ય જૂ જોઈ. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં 250 થી વધુ જૂ અને 80 થી વધુ ઇંડા દૂર કરવામાં આવ્યા હતા. આંખોની આસપાસના વાળમાં જૂ જોવા મળતાં તબીબી વિજ્ઞાનમાં આશ્ચર્ય ફેલાયું હતું. દોઢ કલાકના ઓપરેશન પછી, ડૉ. મૃગાંક પટેલ 66 વર્ષીય ગીતાબાની આંખોની આસપાસથી 250 જૂ અને 80 ઇંડા દૂર કરવામાં સફળ રહ્યા, જેનાથી વૃદ્ધ મહિલાને રાહત મળી.