સંબંધિત સમાચાર
- ગાંધીનગરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ 9 કેસ
- વિદેશથી આવેલી વ્યક્તિના ક્વોરોન્ટાઇન માટે હેલ્પલાઇન નંબર પર ફોન કરો
- Coronavirus: કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો, સમગ્ર રાજ્યમાં નોંધાયા કુલ 8 પોઝિટિવ કેસ
- ગુજરાતમાં કોરોનાનો આજે વધુ એક કેસ આવ્યો સામે, ગુજરાતમાં કોરોનાનો આંક 8 પર પહોંચ્યો
- હું ભારતનો યુવા નેતા છું, નીતિન પટેલ માત્ર ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા - જિજ્ઞેશ મેવાણી
ગુજરાતમાં સ્થાનિક વ્યક્તિને કોરોનાનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો વિગત
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આજે વડોદરાની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાણકારી આપી હતી કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે, જેમાંથી 12 કેસ વિદેશથી વતન પરત ફરેલા ગુજરાતીઓમાં જોવા મળ્યો છે. જ્યારે એક કેસ સુરતની સ્થાનિક વ્યક્તિમાં જોવા મળ્યો છે. આ વ્યક્તિ ઉંમર લાયક હોવાની વિગતો પણ નીતિન પટેલે આપી હતી. આરોગ્ય મંત્રી નીતિન પટેલે વધુ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, વિદેશથી આવેલા 12 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક કેસ સ્થાનિક વ્યક્તિમાં જોવા મળ્યો છે. માત્ર 36 કલાકમાં જ આ કોરોનાના 13 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 24 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે.
