સંબંધિત સમાચાર
- ગાંધીનગરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ 9 કેસ
- Corona Virus Live Updates: કોરોના વાયરસના દર્દીઓમાં વધારો, દેશમાં અત્યાર સુધી 258 પોઝિટિવ કેસ
- મુંબઇ સાથે મહારાષ્ટ્રના ચાર શહેરો સંપૂર્ણ તાળાબંધી, દિલ્હીના તમામ મોલ્સ બંધ
- બોલીવુડ સિંગર કનિકા કપૂરને કોરોના પોઝિટીવ, લખનૌમાં ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચુકી છે
- અમદાવાદમાં સિવિલ કેમ્પસની ડેન્ટલ અને કિડની હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાય સેવાઓ બંધ
કોરોના વાઈરસ માટે અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશેઃ સરકાર
ગુજરાતમાં કોરોનાના 13 પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કોરોના વાઈરસ માટે અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલ જે 1200 બેડ છે તે આખી હોસ્પિટલ કોરોના વાઈરસના આઈસોલેશન માટે ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસની સારવાર માટેનો સ્ટાફ મુકવામાં આવશે.
