શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 માર્ચ 2020 (12:37 IST)

અમદાવાદમાં સિવિલ કેમ્પસની ડેન્ટલ અને કિડની હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાય સેવાઓ બંધ

કોરોનાના વાઈરસને ફેલાતો અટકાવી શકાય તે માટે સિવિલ કેમ્પસની ડેન્ટલ અને કિડની હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય સારવાર બંધ કરવામાં આવી છે. ડેન્ટલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગિરીશ પરમાર જણાવે છે કે, દાંતની સર્જરી અને સારવારમાં અલ્ટ્રો સોનિકનો ઉપયોગ થતો હોવાથી કોરોનાનો ચેપ લાગવાની અને ફેલાવાની શક્યતા હોવાથી ઇમરજન્સી કેસ સિવાય ઓપીડી સેવા બંધ કરવાનું નક્કી કર્યું છે. ડોકટરો દ્વારા પણ ઓપીડીમાં આવતાં દર્દી કે જેમને તાત્કાલિક સારવારની જરૂર નથી તેમને કોરોનાની ગંભીરતા સમજાવીને ફરી આવવાનું કહેવાય છે. જયાં સુધી કોરોનાની ગંભીરતા ઘટે નહિ ત્યાં સુધી હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી કેસમાં સારવાર કરાશે. કિડની ઈન્સ્ટિટ્યૂટના ડાયરેકટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, કોરોનાના ઇન્ફેકશનને અટકાવવા માટે હોસ્પિટલમાં ઇમરજન્સી કેસ સિવાય સારવાર અને કિડની અને લિવરનાં ટ્રાન્સપ્લાન્ટની કામગીરી 28 દિવસ સુધી સ્થિગત કરાઇ છે.