1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 માર્ચ 2020 (16:46 IST)

Ambaji Way- યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો વધુ ૧૦ દિવસ સુધી બંધ રહેશે

Ambaji way close for 10 days
દાંતાથી અંબાજી રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાંટા ઉપર અકસ્માતો નિવારવા માટે પ્રોટેકશન વોલ, રસ્તાને પહોળો કરવાની તેમ જ ઘાંટો ઉતારવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી તેમ જ સદરહૂ હયાત રસ્તાની હીલ કટિંગ માટે ત્રિશુળીયા ઘાંટામાં ચેઇનેજ કિ.મી. ૧૦૦/૮૦૦ થી ૧૦૩/૦૦ રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફિક ચાલુ રાખી શકાય તેમ નથી. આ રસ્તો અકસ્માત સંભવિત હોઇ અંબાજી જવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુર સંદીપ સાગલે, (આઇ.એ.એસ.)ને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૩૩ (૧) ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) અંબાજીનો રસ્તો બંધ કરી તેના વિકલ્પે આ રસ્તા ઉપરનો વાહનવ્યવહાર દાંતા-કણબીયાવાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચિખલા-અંબાજી પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ હુકમ તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી દિન-૧૦ સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ મુજબ સજાને પાત્ર ઠરશે.