બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (13:00 IST)

લવજેહાદ - હિંદુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો; યુવતીના ઘરેથી 6 લાખ રોકડા, 4 લાખના દાગીના લઈને બંને પલાયન

love jihad
પાલિતાણામાં વધુએ લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિતાણામાં રહેલી પૈસે ટકે સંપન્ન યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાના બનાવને લઈને પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી બંન્નેની ભાળ મળી નથી.પાલીતાણામાં વર્ષોથી રહેતા રાજસ્થાની મારવાડી હિન્દૂ પરિવારનીની દીકરીને પાલીતાણાનો મુસ્લિમ યુવાન ભગાડી ગયાની ફરિયાદ દીકરીના પિતાએ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં કરેલ છે પોલીસ દ્વારા આ બનાવમાં જાણવાજોગ અરજી લઈ તપાસ શરૂ કરી દીધી છે.

છેલ્લા ત્રણ મહિનામાં પાલિતાણામાં લવજેહાદનો આ ત્રીજો બનાવ છે અને શહેરમાં અગાઉ આવી ઘટનાઓ ભુતકાળમાં બનેલી હોવાથી તેની ગંભીરતા લઈ અને શહેરની શાંતિ ડહોળાઈ નહી તે રીતે આ મામલે ગુપ્તરીતે કામ કરી રહી હોવાની માહિતી મળેલ છે.મળ‌તી માહિતી પ્રમાણે મુળ રાજસ્થાનના વતની અને વર્ષોથી પાલિતાણામાં સ્થાયી થયેલા સંપન્ન પરિવારની યુવતીને પાલિતાણાના નવાગઢ વિસ્તારમાં રહેતો અને એક વણિકને ત્યાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરતો ધોરણ-10 સુધી ભણેલો યુવક ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.યુવતી તેના ઘરેથી 6 લાખ રોકડા અને 4 લાખના દાગીને લઈને ભાગી હોવાનું જાણવા મળેલ છે. પાલીતાણામાં છેલ્લા ચાર-પાંચ મહિનામાં હિન્દૂ યુવતીને મુસ્લિમ દ્વારા ભગાડી જવાની ઘટનાથી હિન્દૂ સંગઠનો સ્તબ્ધ છે.