રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (11:42 IST)

લીંબડી-અમદાવાદ હાઇવે પર લક્ઝરી ડમ્પરમાં ઘૂસી ગઈ, બેનાં ઘટનાસ્થળે મોત

ahmedabad limbdi accident
ahmedabad limbdi accident


- લીંબડી અમદાવાદ હાઇવે ઉપર જનશાળી પાટીયા નજીક ગોઝારો અકસ્માત
- બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે અને 20થી વધુ ઇજાગ્રસ્ત
- લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો 

 
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 20થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ લીંબડી મોડલ સ્કૂલ નજીક અકસ્માતમાં પણ એકનું મોત નીપજ્યું છે. જેમાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની મહેનત કરી ડેડ બોડી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડી છે.

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર જનશાળી પાટીયા નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે અને 20થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ કરતાં લીંમડી પોલીસ અને પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી.