ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (11:58 IST)

ફિકકી ફ્લો ટૉકનું આયોજન: જાણો મલ્લિકા સારાભાઈ અને માનવેન્દ્રસિંહ ગોહિલે શું કહ્યું

ફિકકી ફ્લો અમદાવાદ દ્વારા ચેર પર્સન બબીતા જૈનની આગેવાની હેઠળ 21ની જાન્યુઆરીના રોજ 079 સ્ટોરીઝ ખાતે એક ટૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ક્ષેત્રના જાણીતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખ્યાતનામ ડાન્સર અને વિચારક મલ્લિકા સારાભાઇ જે સ્ટેજ પર તેની બોલ્ડ અદા માટે ખૂબ પ્રશંસા પામ્યા છે. તેઓએ સમાજ માં પ્રસરી રહેલી સારી અને નરસી એવી વિવિધ વાતો ઉપર ફ્લો મેમ્બર્સનું ધ્યાન દોર્યું હતું. ઉપરાંત તેઓએ પોતાના મહેનતના દિવસો બધા સાથે શેર કર્યા.

તેઓ  એક સામાજિક કાર્યકર્તા, જે સામાજિક પરિવર્તન માટેના પથદર્શક તરીકે કળાઓના પ્રમોશન માટે જાણીતા છે. નાટક અને નૃત્યના ક્ષેત્રમાં ફાળો આપવા બદલ ગુજરાત સરકારે તેમને 'ગૌરવ પુરસ્કાર' થી નવાજ્યા. ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણ મળ્યો છે. માનવેન્દ્રસિંહ ગોહિલે તેમના સંપ્રદાય માટે વધુ સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે અને તેઓ સહિષ્ણુ મુક્ત સમાજનું એક ઉદાહરણ છે. તે ભારતની નિષિદ્ધ સ્વીકારનો ચહેરો બની ગયા છે. તેઓ ખુબ ચર્ચિત સેકશન 377 વિષે બધાને વધારે માહિત ગાર કાર્ય હતા. આસિફ શેખે એક સર્જનાત્મક ટેપેસ્ટ્રી વણી અને સીડીએમની સ્થાપના કરી છે જે વૈશ્વિક ફેશન અર્થમાં ભારતીય સૌંદર્ય શાસ્ત્રને જોડી રહી છે. તેઓએ ભારતીય ક્રાફ્ટ અને કલા ઉપર ભાર મુક્ત આજની ફેશનને સુસંગત વાતો કરી હતી.