નવસારીમાં પોલીસ ચોકી નજીકથી 60 લાખના હીરા લૂંટી લૂંટારાઓ ફરાર

Last Modified બુધવાર, 22 જાન્યુઆરી 2020 (11:47 IST)

નવસારીમાં સાંઢકૂવા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી નજીક ચૌમુખી જૈન દેરાસર પાસેથી પસાર થઈ રહેલા હિરાના વેપારી સુરેશ નેમીચંદ શાહની મોપેડમાં બાઈક અથડાવી ઝપાઝપી કરી અંદાજીત 60 લાખથી વધુની કિંમતના પોલકી અને રફ હિરાની બેગ લૂંટ કરી બાઈક ઉપર ત્રણ લૂંટારૂઓ ફરાર થઈ જતા નવસારીમાં સનસનાટી મચી ગઈ હતી. સુરેશભાઈ શાહને પગમાં ઘૂંટણના ભાગે ઈજા પહોંચી હતી. મોડી સાંજે બનેલી આ ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈ રેંજ આઈજી રાજકુમાર પાંડિયન પણ મોડી સાંજે નવસારી ધસી આવ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા 60 લાખના હિરાની લૂંટ થઈ હોવાનું જણાવાય રહ્યું છે પરંતુ વેપારીઓમાં દોઢથી 2 કરોડના હિરાનો માલ હોવાની ચર્ચા ચાલી રહી છે.


આ પણ વાંચો :