શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (11:09 IST)

સુરતમાં માર્કેટમાં લાગેલી આગ રહી રહીને પજરી, ફાયર બ્રિગેડની જીવના જોખમે કામગીરી

સુરતમાં રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે  આગ લાગી હતી. આગને બ્રિગેડ કોલ જાહેર કરાતાં ફાયર બિગ્રેડની 70થી વધુ ગાડીઓ સાથે 500થી વધુ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. બે કરોડ લીટર પાણી વપરાયું હોવા છતાં સવાર સુધી આગ કાબૂમાં આવી નથી. ત્યારે એક દિવસ બાદ પણ હવે રહી રહીને આગ લાગી છે તેમજ ફાયરના જવાનો જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગ પર સાડા બાર વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સિન્થેટીક કાપડના કારણે રહી રહીને આગ લાગી રહી છે. ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે, આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને આ આગના કારણે ઈમારતનું તાપમાન પણ વધી ગયું છે. હાલ પણ આગના લપકારાના કારણે ફાયરના જવાનો ઈમારતની અંદર પ્રવેશી જીવના જોખમે કુલિંગની કામગીરી કરી રહ્યા છે. 650 ડિગ્રી તાપમાન હોય તો એલ્યુમિનિયમ પિગળવા લાગે છે. આ બિલ્ડિંગના એલિવેશનમાં મોટાભાગે એલ્યુમિનિયમ હોવાથી કલાકોની ગરમી બાદ એલ્યુમિનિયમ ટપકવા લાગ્યું હતું. જોકે, 650 ડિગ્રી તાપમાન વચ્ચે ફાયરની દિલધડક કામગીરી ચાલી રહી છે.