રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (09:19 IST)

દર વર્ષે માર્ચની શરૂઆતથી જ બજારમાં કેરીની આવક શરૂ થતી હોય છે, આ વખતે સિઝન 15 દિવસ મોડી શરૂ થશે

ખરાબ વાતવરણના કારણે સમગ્ર દેશમાં 15 દિવસ મોડી કેરીની સિઝન શરૂ થઇ છે. કેરીની આવક ધીમે પગલે થઇ હોવાથી ભાવમાં વધારો જોવા મળ્યો છે. શહેરના ફ્રૂટ માર્કેટમાં આવેલી કેરીઓના ભાવમાં ગત વર્ષ કરતા 30 ટકા જેટલો વધારો હોવાનું વેપારીઓ જણાવ્યું છે. જેના કારણે કેરીના ભાવ આસમાને જોવા મળ્યા છે.

વેપારીઓના કહેવા પ્રમાણે કેરીની આવક શરૂ થતાં ભાવ ઘટશે.દર વર્ષે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના પહેલા સપ્તાહથી કેરીની આવક શરૂ થઇ જાય છે. આ વર્ષ કેરીની આવક મોડી શરૂ થઇ હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. વેપારીઓના કહેવા પ્રમાણે સમગ્ર દેશમાં વાતવારણ ખરાબ હોવાના કારણે કેરીની સિઝન 15 દિવસ મોટી ચાલી રહી છે. જેના કારણે કેરીની આવક સમયસર ન હોવાથી ભાવમાં વધારો છે. કેરીની આવક ઓછી હોવાના કારણે ગત વર્ષ કરતા 30થી 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં સિઝનની રત્નાગીરી હાફૂસ અને કેસરની સાથે કેરલાની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક શરૂ થઇ ગઇ છે.