શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 24 જુલાઈ 2022 (11:32 IST)

મણિનગર,વટવામાં ત્રણ,ઓઢવમાં પોણા ત્રણ,અમદાવાદમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ

અમદાવાદમાં શનિવારે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વરસી પડેલા અનરાધાર વરસાદને કારણે માત્ર 45  મિનિટમાં જ પૂર્વ અમદાવાદનું હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયુ હતું.સાંજે માત્ર બે કલાકના સમયમાં ચકુડીયા વિસ્તારમાં પોણા ત્રણ ઈંચ,વિરાટનગર વિસ્તારમાં બે ઈંચ વરસાદ સાથે શહેરમાં રાત્રે ૯ કલાક સુધીમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ પડી ગયુ. 
 
સાંજના સમયે પૂર્વના અમરાઈવાડી,ખોખરા સહિતના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે કેનાલ નજીકની સોસાયટીઓમાં રહેતા લોકોના ઘરોના ચોક સુધી વરસાદી પાણી ભરાતા લોકોની હાલત કફોડી બનવા પામી હતી.મણિનગરઅને વટવામાં એક કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો.