સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (10:40 IST)

ઘણા લોકો ભાવનગરથી સુરત જઈને જાતિ પરીક્ષણ કરાવે છે, બાદમાં ફેમિલી પ્લાનિંગની ભૂલ કે અન્ય કારણોસર અબોર્શન કરાવી લેતા હોય છે.

સમગ્ર દેશમાં થતી વિકાસની અને સારી માનસિકતા ની વચ્ચે હાલમાં પણ ભાવનગર જિલ્લામાં 1000 પુરુષો ની સરખામણીએ મહિલાઓનો જાતિદર 933 નો છે. 0 થી 6 વર્ષ નાં બાળકોમાં તો આ દર 891 સુધી જતો રહે છે. ત્યારે સોનોગ્રાફી મશીનો દ્વારા ગેરકાયદે ગર્ભપરીક્ષણ થઈ રહ્યું હોવાનો વ્યાપક જનમત છે. આ સંજોગોમાં ચેકીંગ વધુ કડક બનાવી લોકજાગૃતિ કેળવવી પણ જરૂરી છે. આઇ.વિ.એફ નિષ્ણાતો નાં જણાવ્યા અનુસાર આઇ.વી.એફ કરાવ્યા બાદ પણ લિંગ પરિક્ષણ કરતા દીકરી હોવાનું માલૂમ પડે ત્યારે અબોર્શન કરાવવામાં આવતું હોય છે. હાલમાં ભાવનગર નો વસ્તી વિકાસ 16.63 ટકાનો જ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘણા લોકો ભાવનગર અને સુરત ની લિંક હોવાથી , સુરત જઈને જાતિ પરીક્ષણ કરાવે છે અને ત્યારબાદ ભાવનગર આવીને ફેમિલી પ્લાનિંગ ની ભૂલ કે અન્ય કારણોસર અબોર્શન કરાવી લેતા હોય છે. કેટલાક ડોકટરો છાને ખૂણે જાતિ પરીક્ષણ અને અબોર્શન નાં પેકેજ પણ રાખે છે. જેનો અંદાજિત ખર્ચ 10 થી 12 હજાર નો ગણવામાં આવે છે. પાલીતાણા ખાતે રહેતા એક દંપતી ને સંતાન માં ફક્ત એક દીકરી હતી ત્યારબાદ તેઓને સેકેન્ડરી અફળદ્રુપતા આવી ગઈ જેના લીધે બાળક થતું નહોતું. ત્યારબાદ તેઓએ આઇ.વી. એફ દ્વારા પ્રયત્ન કર્યો અને બાળક કાંસિવ કર્યું તેના ચાર મહિના બાદ ખબર પડી કે બાળક નું લિંગ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દીકરી હોવાનું માલૂમ પડતાં બાળક નું અબોર્શન કરવામાં આવ્યું હતું. ભાવનગર માં હાલમાં 128 જેટલા રજિસ્ટર્ડ હોસ્પિટલ છે જ્યાં સોનોગ્રાફી કરવામાં આવતી હોય. જિલ્લામાં કુલ 145 જેટલા સોનોગ્રાફી મશીન છે. જેમાંથી 6 સર.ટી. હોસ્પિટલ ખાતે છે. સર ટી હોસ્પિટલ માં 2 ઇન્ડોર દર્દીઓ માટે ,2 ઓ.પી.ડી. માટે, 1 ગાયનેક અને 1 ઓર્થોપેડીક વિભાગમાં સોનોગ્રાફી મશીન રાખવામાં આવ્યા છે. આ દરેક સોનોગ્રાફી મશીન જગ્યા અને ડોકટર સાથે રજીસ્ટર કરવામાં આવે છે. એટલે કે જે મશીન જ્યાં હોય ત્યાંથી બીજે લઈ જઈને ઉપયોગ કરવો ગેરકાયદેસર ગણાય. દરેક મશીન નું દર ત્રણ મહિને ચેકીંગ થાય છે. અત્યારે તાલુકા લેવલે 6 અને જિલ્લા લેવલે 4 લોકોની ટીમ મોટાભાગે તપાસ કરતી હોય છે.