શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 જૂન 2017 (12:50 IST)

UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર ગાંધી આશ્રમથી પ્રચાર શરૂ કર્યો

ટુંક સમયમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારે અમદાવાદ સ્થિત સાબરમતિ આશ્રમની મુલાકાત લઈને પ્રચાર શરૂ કર્યો હતો.  રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારે બે દિવસ પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી, મનમોહન સિંહ, શરદ પવાર સહિત વિપક્ષના ઘણાં નેતાઓ સાથે રહ્યા હતા. 

ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ મીરા કુમાર લોકસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ પણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે.