સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 નવેમ્બર 2023 (08:03 IST)

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે મિની વેકેશન

cm bhupendra
તહેવારોના માહોલના માહોલ વચ્ચે રાજ્યસરકારે મહત્વનો નિર્ણય લીધો છે.  સરકારી કર્મચારીઓને મુખ્યમંત્રી(CM Bhupendra Patel)એ  રજાની ભેટ આપી છે. પડતર દિવસે પણ ગુજરાત સરકારે રજા જાહેર કરી છે. રાજ્યના કર્મચારીઓ માટે ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. 
 
ગુજરાત સરકારે નવા વર્ષ પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓને રજાની ભેટ આપી દીધી છે. દિવાળી બાદ આવતા પડતર દિવસને પણ સરકારી નોકરીયાતો પરિજનો સાથે માણી શકે અને સાથે રહી શકે તે માટે 13મી નવેમ્બરે પણ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. એટલે 11થી લઈને 15મી સુધી સરકારી ઓફિસોમાં રજા રહેશે. 
 
સરકારી કચેરીઓમાં 11થી 15 નવેમ્બર સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે દિવાળી તહેવારમાં બેસતા વર્ષ પહેલા 13મી નવેમ્બરે છે. જે પડતર દિવસ છે.