શુક્રવાર, 3 ઑક્ટોબર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 નવેમ્બર 2023 (10:26 IST)

અમદાવાદના બાપુનગરમાં રૂના ગોડાઉનમાં આગ

ahmedabad bapunagar fire news
બાપુનગર વિસ્તારમાં આવેલા એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાં સ્થળે પહોંચ્યો હતો. જેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ત્રણ જેટલા રોજમદારો બહાર નીકળી જતાં દુર્ઘટના ટળી છે. 
 
ગોડાઉનમાં રૂનું વેસ્ટ રાખવામાં આવ્યું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગને અંદાજે 3.05 કલાક મળેલ કોલ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.

 ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાં સ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.