ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 નવેમ્બર 2023 (08:21 IST)

પીએમ મોદીએ હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા નગર (કેવડિયા) ખાતેથી વિડિયો લિંક દ્વારા 31 ઓક્ટોબરે એકતા નગર અને અમદાવાદ વચ્ચે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનના ઉદઘાટનને લીલી ઝંડી બતાવી.
 
ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગરથી હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી આપી.હેરિટેજ ઇન્ટીરીયર સાથે રજવાડી ડાયનિંગ એરિયા ટ્રેનનું મુખ્ય આકર્ષણ છે.


આપને જણાવીએ કે, અગામી 5 નવેમ્બરથી ટ્રેન નિયમિતરૂપે શરૂ થશે.જે દર રવિવારે અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને 9:50 વાગ્યે એકતાનગર પહોંચાડશે.આ હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનથી પ્રવાસીઓ સસ્તી અને ઝડપી મુસાફરી કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવાનો લ્હાવો લઈ શકશે.