1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (13:47 IST)

અમદાવાદ રિવરફ્રન્ટ પર ફાયરિંગ સાથે હત્યાની ઘટના, એકનું મોત

riverfront ahmedabad
અમદાવાદ શહેરમાં દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરિંગ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ હત્યામાં મૃત્યું પામેલો યુવાન ચાંદલોડિયાનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે. હાલ મૃતકની ડેડ બોડીની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમા લાગી છે.

હાલ મળતી માહિતી પ્રમાણે, આ યુવાનની હત્યા મોડી રાતે કે વહેલી સવારે થઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.  આ હત્યા અંગત અદાવતમાં બની હોવાનું પણ સામે આવ્યુ છે. હાલ આ હત્યા અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.જોકે તેણે સંબંધ બાંધવાનો ઇન્કાર કરી દેતા મામલો બીચકાયો હતો. મરનાર યુવકે બળજબરી કરતા અંતે ઘરઘાટી યુવકે તેની હત્યા કરી દીધી હતી. યુવકે પહેલા મિત્રના મોઢા પર પથ્થર માર્યો હતો અને બાદમાં ગળુ દબાવીને હત્યા કરીને નાસી છુટ્યો હતો.શહેરમાં થોડા દિવસ પહેલા પણ હત્યાની ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે મળી આવેલી યુવકની લાશનો ભેદ પોલીસ ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો હતો. આ કેસમાં એક ઘરઘાટી યુવકની ઘરપકડ કરવામાં આવી છે. ઘરઘાટી યુવકે તેના મિત્રની સજાતીય સંબંધોને લઇને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.