રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 નવેમ્બર 2023 (14:22 IST)

અમરેલીમાં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને સ્કૂલમાં પેપર લખતાં લખતાં હાર્ટ એટેક આવ્યો

A girl studying in ninth standard has a heart attack
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ અટેકથી પાંચ લોકોના મોત થયાં છે. રાજ્યમાં  સુરતમાં ત્રણ, ભાવનગર અને વડોદરામા એકનું મોત થયું છે. સુરતના કતારગામ વિસ્તારમાં શેર બજારનું કામ કરતા 48 વર્ષીય વ્યક્તિ બાથરૂમમાં ઢળી પડ્યાં હતા. ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

બમરોલીમાં વિસ્તામાં ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો યુવક  ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો.ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે.વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષિય અમિત પ્રવીણચંદ્ર દેસાઈનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. બીજી તરફ ગઈકાલે અંકલેશ્વરમાં 10 વર્ષની એક બાળકીનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું.

જ્યારે આજે અમરેલીમાં એક વિદ્યાર્થીનીનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું છે.વિદ્યાર્થીની સ્કૂલમાં પેપર લખતાં લખતાં અચાનક ઢળી પડી હતી. અમરેલીની શાંતાબા ગજેરા સ્કૂલમાં નવમા ભણતી એક વિદ્યાર્થીની સ્કૂલમાં પરીક્ષાનું પેપર લખી રહી હતી. તે પેપર લખતાં અચાનક ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તારણમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મોતનું સ્પષ્ટ કારણ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.