ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2023 (11:17 IST)

ભૂકંપ જોરદાર ઝટકાઓથી ફરી કાંપ્યુ ઈંડોનેશિયા, રિક્ટર સ્કેલ પર 6.1 રહી તીવ્રતા

 Indonesia Earthquake
ઈંડોનેશિયાની ધરતી ગુરૂવારે ભૂકંપના તેજ ઝટકાથી ધરતી કાંપી ઉઠી. રિપોર્ટસ મુજબ ઈંડોનેશિયાના તિમોર દ્વિપૢમા ગુરૂવારે 6.1 તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવ્યા જ્યારબાદ ઈમારત અને મકાનોને મામુલી નુકશાન પહોચ્યુ. રાહતની વાત એ છે કે આ દરમિયાન કોઈના મોત થવાની માહિતી મળી નથી. જો કે કેટલાક લોકો જરૂર ઘાયલ થયા છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS)એ જણાવ્યુ કે ભૂકંપનુ કેન્દ્ર પૂર્વી નુસા તેંગારા પ્રાંતની રાજધાની કુપાંગથી 21 કિલોમીટર (13મીલ) ઉત્તર-ઉત્તર પૂર્વમાં 36.1 કિલોમીટર (22.4 મીલ) ઉંડાણમાં હતુ. 

 
‘સુનામી આવવાનુ કોઈ સંકટ નથી’
ઈંડોનેશિયાની ઋતુ વિજ્ઞાન, જળવાયુ વિજ્ઞાન અને ભૂભૌતિકીય એજંસીમાં ભૂકંપ અને સુનામી કેન્દ્રના મુખ્ય ડારિયોનોએ કહ્યુ ભૂકંપ ની તીવ્રતા 6.6 માપવામાં આવી અને પછી તેને બદલીને 6.3 કરી દેવામાં આવી.  
તમને જણાવી દઈએ કે ભૂકંપના પ્રારંભિક માપમાં ફેરફાર સામાન્ય છે. USGS અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. ડેરિયાનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'ભૂકંપના કારણે ઘણી ઇમારતો અને મકાનોને મામૂલી નુકસાન થયું છે.' ડેરિયાનોએ કહ્યું કે ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી.
 
ઈંડોનેશિયામાં આવતા રહે છે ભૂકંપ 
ઇન્ડોનેશિયા એ ધરતીકંપની રીતે સક્રિય દ્વીપસમૂહ છે જે વારંવાર ધરતીકંપો, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત થાય છે. ઇન્ડોનેશિયામાં ગયા વર્ષે, પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં 5.6ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 602 લોકો માર્યા ગયા હતા. 2018ના સુલાવેસી ભૂકંપ અને સુનામી પછી ઇન્ડોનેશિયામાં તે સૌથી ભયંકર ભૂકંપ હતો., જેમા 4,300 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પહેલા 2004માં હિન્દ મહાસાગરમાં આવેલો એક અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો જેના કારણે સુનામી આવી હતી. જેમા એક ડઝનથી વધુ દેશમાં 2,30,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમા મોટાભાગના મોત ઈંડોનેશિયાના આચે વિસ્તારમાં થયા હતા.