ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (14:49 IST)

20 જાન્યુઆરીએ વડાપ્રધાન ગાંધીનગર જ્યારે 14 જાન્યુઆરીએ અમિત શાહ અમદાવાદ મુલાકાતે આવે તેવી શક્યતાઓ

ગુજરાતમાં ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે. આગામી 19 અને 20 જાન્યુઆરી દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે બની રહેલા રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલ લીલાને ખૂલ્લી મૂકી શકે છે. તેની સાથે મહાત્મા મંદિરમાં પણ એક કાર્યક્રમ કરે તેવી વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. આ બધાની સાથે 13 અને 14મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે. સૂત્રો પાસેથી મળતી માહિત પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતમા આવવાના છે. અગાઉ વેક્સિનની તૈયારી સમયે મોદી અમદાવાદના ચાગોદર ખાતે આવેલી ઝાયડ્સની મુલાકાત લીધી હતી. હવે વેક્સિન ટુંક સમયમાં દેશ ભરમાં ઉપલબ્ધ થઈ જશે. ગુજરાતમાં પણ વેક્સિન આવી ગઈ છે. આ બધાની વચ્ચે આગામી 19 અને 20 જાન્યુઆરીએ વડાપ્રધાન ગુજરાત આવી શકે છે. જેઓ ગાંધીનગરમાં બની રહેલા રેલવે સ્ટેશન અને હોટલને ખુલ્લી મુકશે. ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ પણ યોજશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 13મી અને 14મી તારીખે અમદાવાદ આવશે. જ્યાં તેઓ મહત્વના લોકો સાથે મુલાકાત કરશે અને પોતાના લોકસભા વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ અને અન્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. 30 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યું હતું અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પહેલાં 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. 29 ઓક્ટોબરના રોજ કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. 30 ઓક્ટોબરે કેવડિયા જવાની જગ્યાએ તેઓ અમદાવાદ આવ્યા હતા. ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર કેવડિયા પહોંચ્યા હતા.