ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 એપ્રિલ 2017 (16:54 IST)

ગુજરાતના ગામડાના ખેતરમાં મોટા થયેલા આ ધરતી પુત્રો માટે રૂા.૫૦૦ કરોડનું દાન મોટી વાત નથી - મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાતાઓ માટે ભલે આ  દાન માટે અભિનંદની  વર્ષા થતી હોઇ, પણ મારા માટે ૫૦૦ કે ૫૦૦૦ કરોડનું દાન કંઇ નથી, ઝાંટકો લાગ્યો હશે? પણ મિત્રો આ ગુજરાતના ગામડાના દાતાઓ માટી- ખેતરમાં મોટા થયા છે. આમલી પીપલીની રમત સાથે ઝાડ પર ચડતા ઉતરતા સાયકલના ટાયરની દોડ સાથે મજા લેવાનું બાળપણમાં શીખી જીંદગી જીવી ગયેલા, એવા આ પરિવાર કે જેઓના મા-બાપ દિકરો ભણશે નહિ તો કંઇ નહિ પણ ભગવાન સારો વરસાદ થાય આખું વર્ષ નીકળી જાય,  એકપણ પશુ ભૂખ્યુ ન રહે, ચોર,મોર ભલે ખાય અતિથી પણ ભલે લઇ જાય અને પછી જે બચે તે તેમાં આખું વર્ષ નીકળી જાય તેવી ભાવનાવાળા પરિવાર સંસ્કારથી મોટા થયેલા આ દાતાઓ માટે ૫૦૦ કરોડ એ કંઇ મોટી વાત નથી.

તેમણે આ તકે ખાસ કહયું હતું કે, હું પણ આ પરિવારમાં મોટો થયો છું સૂરતમાં એ જ પ્યાર પોતીકાપણું પ્રધાનમંત્રીવાળા પરિવાર ભાવનાનો અનુભવ થાય છે આજે સવારે પણ અહીના પરિવાર દ્વારા તેમના માટે ખાસ ભાખરી લાવવા માટેની વાત જણાવી કહયું હતું કે, આ પરિવારની ભાવના મારા માટે જીવનનું અમૂલ્ય સૌભાગ્ય છે. દરેક પરિવાર મારા માટેની ચિંતા કરે છે એ મારા માટે આના સિવાય જીવનમાં કોઇ મોટું સૌભાગ્ય નથી. જીવનમાં માણસ મોટો નહિ તેનો પ્રેમ મહત્વનો છે. જે આપે  આપ્યો છે  તે માટે હું આભારી છું. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું જયારે આ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો ત્યારે ઉદઘાટન હું કરીશ તેવા શબ્દો મે ઉચ્ચારેલા તેમાં કોઇ અહંકાર નહિ પણ એક કામગીરી પૂર્ણ કરવાનું કમિટમેન્ટ હતું તે વેળાએ દાતાઓને પણ અધિકાર ભાવના સાથે હોસ્પિટલના નિર્માણમાં વધુ યોગદાન આપવાની વાતને મળેલા સમર્થન બદલ દિલી પૂર્વકના અભિનંદન આપતા કહયું હતું આ હોસ્પિટલ દાતાના દાનથી નહિ પણ પરિવાર ભાવના સાથે પરિશ્રમથી તૈયાર થઇ છે.  

આ વેળાએ તેમણે એમ પણ કહયું હતું કે હોસ્પિટલ માટે શુભેચ્છા ન શોભે પણ હું કહીશ કે કોઇપણ વ્યકિતને હોસ્પિટલમાં ન આવું પડે, અને જો એકવાર આવે તો મજબુત થઇને દોડતો જાય તેવી શુભ કામના આપું છું. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ડોકટરો, હોસ્પિટલો અને દવાઓ મોંઘી થઇ છે. ગરીબ મધ્યમ વર્ગના માનવી બિમાર પડે તો આખું કુટુંબ ભીસમાં મુકાય છે. ત્યારે ભારત સરકારે હેલ્થપોલિસી ઘોષિત કરી જેમાં  એક સિમિત ખર્ચે આરોગ્ય સેવા ત્વરિત ઉપલબ્ધ થાય તે માટેની યોજના ઉપલબ્ધ કરી છે. તેમણે રમૂજ સાથે એમ પણ કહયું કે, મારા માટે દરરોજના કોઇના કોઇ સાથે નારાજગી થાય છે. દવાની કંપનીને બોલાવીને નિયમો લાદયા. દવાના ભાવો નિશ્ચિત કર્યા હાર્ટ પેશન્ટ માટે જે સ્ટેન્ટ લગાવવાના ખર્ચ ચાલીસ હજારથી દોઢ લાખનો ખર્ચ થતો હતો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કરીને રૂા. ૨૦ થી ૨૨ હજાર નકકી કર્યા  છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હેઠળ ગરીબ દર્દીને લાભ  મળે તે માટે ડોકટર દ્વારાજ જેનરિક સ્ટોરમાંથી દવા ખરીદવા માટે પ્રિસ્કીશનમાં ફરજિયાત લેવાય તેવો કાયદો લાવી રહયા છે. સ્વાસ્થ્ય સાથે સંકળાયલા યોગની એકવસીમી જૂને ઉજવણી થશે સૂરતના લોકો આ દિનને પણ શાનદાર રીતે ઉજવે તેવું આહવન કર્યું હતું. ઇન્દ્રધનુષ યોજના હેઠળ જેઓ ટીકાથી વંચિત છે. તેઓને ટીકા લગાવવા માટે જન આંદોલન ઉપડયું છે.
આ અવસરે તેમણે કહયું કે, આજે  જયારે જનતા જનાર્દન સેવાના કાર્યોમાં જોતરાવાનો માહોલ સર્જાયો છે. આજે ભલે સૂરતમાં વસતા હોય પણ નાનામાં નાનો રત્ન કલાકારોની પોતાના ગામ માટે કંઇક કરી છૂટવાની ભાવનાને બિરદાવી હતી. દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે આગામી જુલાઇ માસમાં ઇઝરાયેલ જવાનો છું. જેમાં હું આપના વતી ડાયમંડના પ્રતિનિધિ તરીકે પણ વાત કરીશ તેમ તેમણે ઉર્મેયું હતું.    



· ડાયમંડ જવેલરી માટે ભારત સરકાર મદદ કરશે
  વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સુરતને હીરાની ચમક સાથે ડાયમંડ જવેલરી ક્ષેત્રે વિશ્વના નકશામાં ગુજરાતની તાકાતનો પરચો અને નેતૃત્‍વ કરવા  આહવાન કરી, ડાયમંડ જવેલરીના વિકાસ માટે  ભારત સરકારની મદદની ખાતરી આપી હતી. ડાયમંડ જવેલરીને વિકસાવવા ગુજરાતમાં અપાર શકિતઓ રહેલી છે. તેનો દુનિયા સામે પ્રેમ પ્રફુલ્લિત કરી, સુરતની ધરતીની સોડમ ખીલી ઊઠે તેવી વિભાવના વડાપ્રધાને વ્‍યકત કરી હતી.
વડાપ્રધાનશ્રી સુરતના બે દિવસના પ્રવાસ દરમિયાન આજે ઇચ્‍છાપોર ખાતે હરીક્રિષ્‍ના એક્ષ્પોર્ટ યુનિટનો પ્રારંભ કરાવ્‍યો હતો.  તેમણે  વિશ્વબજારમાં મેઇક ઇન ઇન્‍ડિયા સાથે ડીઝાઇન જવેલરી ઇન ઇન્‍ડિયા બનાવવા આહ્‌વાન કર્યું હતું. ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ પણ આ અવસરે ઉપસ્‍થિત હતા.
ઇચ્‍છાપોર ખાતે વડાપ્રધાનશ્રી ધોળકિયા પરિવાર અને હરીક્રૃષ્‍ણ એક્ષ્પોર્ટના ભાગીદારો સાથે આત્‍મીયતા સભર રીતે સુખદુખના ભાગીદાર બન્‍યા હતા. વડાપ્રધાનશ્રીએ હરિકૃષ્‍ણ એક્ષ્પોર્ટના પરિસરમાં ખુલ્લી જીપમાં ફરીને સૌનું અભિવાદન ઝીલી લોકોના દીલ જીતી લીધા હતા.‘‘આઇ લવ ન્‍યુ ઇન્‍ડિયા, આઇ લવ મોદી'' ના નારા સાથે પરિસર ગુંજી ઉઠયું હતું.
   સુરતે  હીરા ક્ષેત્રે વૈશ્વિક સ્‍તરે કાઠું કાઢયું છે. હવે ડાયમંડ જવેલરી ક્ષેત્રે ધોળકિયા પરિવારે આગેકદમ કરી, ભારતની પ્રાચીન આભુષણોની ડીઝાઇન ક્ષેત્રે વિશ્વને ઘેલું લગાડયું છે. આભુષણોની તકનીકી સદીઓ પુરાણી છે.  મોસમ અને દેવી-દેવતાઓને અનુરૂપ ડીઝાઇનોની આજે બોલબાલા છે.  કૌશલ્‍ય પણ છે. સવજીભાઇના પરિવારે  જેમ્‍સ એન્‍ડ જવેલરી ક્ષેત્રે  સુરતની ઓળખ આપી છે, એમ વડાપ્રધાનશ્રીએ ભારપુવર્ક જણાવ્‍યું હતું.
  સુરતની બદલાયેલ સુરતનો ચિતાર આપતાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું કે, સુરતની ધરતીએ વર્ષો પહેલા મોરારજીભાઇ દેસાઇ તરીકે દેશના વડાપ્રધાન આપ્‍યા હતા અને એ ધરતી પરથી દેશના આર્થિક વિકાસનું સપનું મોરારજીભાઇ દેસાઇએ જોયું હતું. આજે તેમનો આત્‍મા સુરતની વિકાસની આર્થિક નીતિઓ જોઇને સંતુપ્‍ત જરૂર થયો હશે.
  સરદાર વલ્લભભાઇ પટેલે હિન્‍દુસ્‍તાનની રાજનીતિની દિશા બદલી છે. આઝાદી બાદનું ભારત કેવું હોઇ શકે તેનું સ્‍પષ્‍ટ વિઝન મહાપુરુષ પાસે હતું. અલ્‍પ સમયમાં દેશના નકશાને અંકિત કર્યો છે, જેથી આપણે આન-બાન-શાન સાથે  રહી શકીએ છીએ, એવું સ્‍પષ્‍ટ વડાપ્રધાનશ્રીએ જણાવ્‍યું હતું.
ધોળકિયા પરિવાર સાથેનો વર્ષો જુના નાતાનો ઉલ્લેખ કરી વડાપ્રધાને કોઇક કારણસર રહી ગયાનો વસવસો સાથે, આજે બાના આશીર્વાદ સાથે ત્રણ પેઢીને મળવાનું  થયું તેનો હર્ષ પણ વડાપ્રધાનશ્રીએ વ્‍યકત કર્યો હતો.
હરિકૃષ્‍ણ એક્ષ્પોર્ટ છેલ્લા ૨પ વર્ષથી હીરા અને જેમ-જવેલરી વ્‍યવસાય સાથે સંકળાયેલું છે. એક બિલિયન ડોલર્સ ગત વર્ષે બિઝનેશ કર્યો હતો. સાત હજાર જેટલા હાર્દ સમા કારીગરો માટે વિનામુલ્‍યો ભોજન, આરોગ્‍યની સેવાઓ આપે છે. વાર્ષિક પાંચ લાખ કેરેટની ઉત્‍પાદન ક્ષમતા સાથે એચકે હબ તરીકે જાણીતું બન્‍યું છે.