શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (13:18 IST)

Modi Live - આપણે ગાંધીજીને વિશ્વશાંતિના મસીહા રૂપે જન-જન સુધી નથી પહોંચાડી શક્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત છે, ત્યારે તેમણે ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીની 150મી જન્મજયંતી પર્વ નિમિત્તે 150 રૂપિયાનો સિક્કો તેમજ ટપાલ ટિકિટ બહાર પાડી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શ્રીમદ્ રાજચંદ્રજીને ભૂલાવી આપણે ઘણુ બધુ ખોયુ છે.રાજચંદ્રજીની 150 અને સાબરમતી આશ્રમની શતાબ્દીનું વર્ષ એક સાથે  એક આખી પેઢી છે જેમના માટે રાજચંદ્રજીનું નામ નવું છે, ભૂલ આપણી છે કે આપણે તેમને ભૂલાવી દીધા આ સરકારનો પ્રયાસ છે કે આ મહાન રાષ્ટ્રના મહાન સપૂતો, મહાન પરંપરા, ઈતિહાસને યાદ કરતા રહીએ વિશ્વને જે રૂપે ગાંધીજીથી પરિચિત કરાવાની જરૂર છે,

આજે સંકટથી ઘેરાયેલા લોકોને ગાંધીજીથી રાહ મળી શકે છે પણ આપણે એ નથી કરી શક્યા, મારું મન થાય છે કે યુએનનું નિર્ણામ શાંતિ માટે થયું છે, ત્યારે ગાંધીજીને વિશ્વની શાંતિ માટે મસિહા રૂપે જનમન સુધી પહોંચાડ્યા હોત તો તે યુએનનો જે વડો બનતો તે પહેલાં સાબરમતી આશ્રમ આવતો અને વિશ્વ શાંતિની પ્રેરણા અહીંથી લઈ જાત. જોકે મારી આત્મા કહે છે કે, આજે નહીં તો કાલે ક્યારેક તો એ થશે. શ્રીમદ રાજચંદ્રજી, મહાત્મા ગાંધીને દુનિયાને મોટી મોટી હસ્તીઓ મળવા આવતી, આઝાદી માટે મોટા-મોટા લોકોને સાથે વાતચીત કરતાં તેઓ. જોકે દુનિયાનું કોઈ વ્યક્તિત્વ ગાંધીજીને પ્રભાવિત ન કરી શક્યું, માત્ર શ્રીમદ રામચંદ્રજી દુકાનના એક વેપારી સામાન્ય વ્યક્તિત્વ વાળા હોવા છતાં તેમનાથી ગાંધીજી પ્રભાવિત થયા મારું સૌભાગ્ય રહ્યું છે કે હું રાજચંદ્રજીના વતન વવાણિયા ગયો હતો, તેમના સ્થાને જતાં જ આધાત્મિક ચેતનાની અનુભૂતિ થાય છે.