મોદી ભૂજ પહોંચ્યા, રૂપાણીએ સ્વાગત કર્યું
પીએમ મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે ભુજ આવી પહોંચ્યા છે, અહીં સીએમ વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. મોદીને આવકારવા માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. મોદી ભચાઉના લોધેશ્વરમાં નર્મદા નીરના અવતરણને વધાવતાં પૂર્વે 1 કલાક માટે કંડલા ખાતે રોકાશે. જ્યાં 966 કરોડના ખર્ચે આકાર પામેલાં અને પામનારાં વિવિધ પ્રોજેક્ટને લોન્ચ કરશે. ભચાઉ પાસે બનેલા પમ્પિંગ સ્ટેશનમાં પ્રતિ સેક્ન્ડ 6,000 ક્યુસેકથી વછૂટનારા આ નર્મદાના નીરને વડાપ્રધાન કચ્છની જનતા વતી પોંખશે.
આ પહેલાં તેઓ ગાંધીધામમાં કંડલાના સ્માર્ટ સિટી અંતર્ગત 996 કરોડના પ્રોજેક્ટનું ડીજીટલ ખાતમૂહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી તરીકે 89 વખત આવ્યા હતા અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી બીજી વખત કચ્છ આવ્યા છે. પ્રધાનમંત્રી તરીકે તેઓ પ્રથમ વખત ભચાઉમાં જાહેરસભા સંબોધશે.