1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 જુલાઈ 2024 (12:24 IST)

ગુજરાતના 300થી વધુ યાત્રાળુઓ બદ્રીનાથ હાઇવે પર ફસાયા

badrinath
badrinath


દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જાય છે. આ વર્ષે પણ ગુજરાતનાં 300 થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીનાં 20 જેટલા શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા દરમ્યાન ભૂસ્ખલન સર્જાતા ફસાયા હતા.ભૂસ્ખલન સર્જાયું હોવાની જાણ સ્થાનિક તંત્રને થતા તંત્ર દ્વારા ભારે જહેમત બાદ હાઈવે સાફ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.


ભૂસ્ખલનનાં 36 કલાક બાદ વાહન વ્યવહાર શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાંકડા રોડ પર ખાઈ અને ભૂસ્ખલનનાં જોખમ વચ્ચે શ્રદ્ધાલુઓ ચારધામની યાત્રાએ આગળ વધ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મહાકાય પથ્થરો તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો.જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચેનો અવરોધિત હાઇવે સોમવારે સવારે 6.30 વાગ્યે વિષ્ણુપ્રયાગ ખાતે ખોલવામાં આવ્યો હતો, પરંતુ હનુમાન ચટ્ટી પાસે ઘુડસિલ ખાતે બંધ કરવામાં આવ્યો હતો. ચંપાવત જિલ્લાના ટનકપુર-બનબાસામાં પાણી ભરાવાને કારણે 50થી વધુ પશુઓના મોત થયા છે. ચલથી પાસે નેશનલ હાઈવેને અડીને આવેલા બેલખેતમાં કવારલા નદી પર 1994માં બનેલો સ્વિંગ બ્રિજ નદીના જોરદાર પ્રવાહને કારણે પડી ગયો હતો. ચંપાવતમાં 24 કલાકમાં 500 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.