શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (12:43 IST)

શિવમંદિરમાં મૂર્તિઓ દૂધ પીતી હોવાની વાતે ભકતોનો ધસારો

પવિત્ર શ્રાવણ માસની શરુઆત થતાં ની સાથે જ શિવમંદિરમાં ચમત્કાર થયો હોવાની ચર્ચાએ લોકોમાં ભારે શ્રદ્ધાની લાગણી પ્રસરી ગઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં સ્થિત એક શિવ મંદિરમાં સ્થાપિત નંદી અને કાચબાની મૂર્તિઓ દૂધ પી રહી હોવાની ચર્ચાએ લોકોમાં કૂતૂહલ પેદા થઈ ગયું હતું અને ભક્તોનો ભારે ઘસારો આ મૂર્તિઓને દૂધ પીવડાવવા માટે શરુ થયો હતો. નંદી અને કાચબાની મૂર્તિઓ દૂધ પીતી હોવાની વાત વાયુવેગે પ્રસરતાં મંદિર બહાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી વિસ્તારના અંબિકા નગર પાસે શિવ મંદિર આવેલું છે.મંદિરમાં સ્થાપિત નંદી અને કાચબાની મૂર્તિઓ દૂધ પીતી હોવાની વાત સોમવારે મોડી સાંજે વાયુવેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી હતી. જેને પગલે નંદી અને કાચબાની મૂર્તિઓને દૂધ પિવડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર આવી પહોંચ્યા હતા અને મંદિર બહાર લાંબી કતાર જોવા મળી હતી.મૂર્તિના મુખ પાસે દૂધ ભરેલી ચમચી મૂકતા ખાલી થઇ જતી હતી. મોડી રાત સુધી ભક્તો મંદિરમાં દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.