મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (08:43 IST)

પિરોજપુર ગામે અસંખ્ય માછલીઓનાં રહસ્યમય મોત

death of numerous fish
કડી પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જગ્યાએ સામાન્ય તેમજ અતિભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ ખાબકવાથી અનેક જગ્યાએ અનેક નાની મોટી ઘટનાઓ સામે આવી હતી. કડી તાલુકાના પિરોજપુર ગામે અસંખ્ય માછલીઓના મોત થતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતા અને રહસ્યમય અસંખ્ય માછલીઓના મોત થતા ગ્રામજનો ગામના તળાવના કિનારે પહોંચ્યા હતા.
 
રહસ્યમય અસંખ્ય માછલીઓના મોત થતા ગ્રામજનો ગામના તળાવના કિનારે પહોંચ્યા હતા. પીરોજપુર ગામ ખાતે આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓ તરતી જોઈ ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને ગામના સરપંચ મહેન્દ્રભાઈ તેમજ તલાટી અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.