1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: નાગપુર. , શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 (12:32 IST)

VIRAL: 99 હજારમાં લાઈફટાઈમ અનલિમિટેડ પાણીપુરી ! નાગપુરમાં લાડલી બહના માટે ખાસ ઓફર... 151 પાણીપુરી ખાવા બદલ મોટુ ઈનામ.

મસાલેદાર અને તીખુ પાણી, બટાકા અને છોલેથી ભરેલી કુરકુરી, ખોખલી પુરીઓ જેને ગોલગપ્પા કે પુચકા કહેવામાં આવે છે. આ ભારતનુ પસંદગીનુ સ્ટ્રીટ ફુડ છે. વર્તમાન દિવસોમાં આ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. પણ આ વખતે તેની રેસીપી નથી પણ નાગપુરનો એક પાણી પુરીવાળો છે. 
 
ઓરેંજ સિટીમાં અનોખા અંદાજમાં મળી રહી છે પાણીપુરી 
ઓરેંજ સિટીમાં વિજય મેવાલાલ ગુપ્તાના આઉટલેટ ગ્રાહકોને આપવામાં આવનારા અનોખી ઓફર માતે જાણીતી થઈ ગઈ છે.  પાણી પુરી વિક્રેતા વિશેષ ઓફરની સાથે ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. જેમા 99,000 રૂપિયામાં લાઈફટાઈમ અનલિમિટેડ પાણી પુરીની ઓફર એકવારમાં 151 પાણીપુરી ખાનારાઓને 21,000 રૂપિયાનુ ઈનામ છે.  
 
વિજયે મીડિયાને કહી આ વાત 
વિજયે મીડિયાને જણાવ્યુ અમારી પાસે 1 રૂપિયાથી લઈને 99000 રૂપિયા સુધીની ઓફર છે. જેમા એક્દિવસના સોદાથી લઈને આજીવન યોજના સુધી બધુ જ સામેલ છે. બે લોકો પહેલા જ 99000 રૂપિયાની ઓફરનો લાભ લઈ ચુક્યા છે.  હુ મારા ગ્રાહકોને ભવિષ્યમાં મોંઘવારીથી બચાવવા માંગુ છુ. તેમને એક અનોખો મહાકુંભ ઓફર પણ રજુ કર્યો છે.  જેમા ફક્ત 1 રૂપિયામાં પાણીપુરી વેચવામાં આવી રહી છે. તેણે કહ્યુ, “1 રૂપિયાની ઓફર એ લોકો માટે છે જે એકવારમાં 40 પાણીપુરી ખાઈ શકે છે.”
 
લાડલી બહેના યોજના લાભાર્થીઓ માટે જુદી ઓફર 
મહારાષ્ટ્ર સરકારની દરેક રોકડ હસ્તાંતરણ યોજના લાડલી બહેના યોજનાના લાભાર્થીઓ માટે પણ વિજયની તરફથી એક વિશેષ ઓફર છે. આ ડીલ હેઠળ તે એકવાર ફરી 60 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરીનો આનંદ ઉઠાવી શકે છે. વિજયે કહ્યુ કે આ છૂટે તેમને ફેમસ કરવા ઉપરાંત તેમના વ્યવસસયને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યુ છે.  
 
એક અન્ય ગ્રાહક તેજસ્વિનીએ ઓફર વિશે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી અને પહેલા એક નાની ડીલ અજમાવવાનો નિર્ણય કર્યો. હુ સોશિયલ મીડિયા પર આ સ્ટૉલને જોઈ અને ઓફર અજમાવવા માટે ઉત્સુક હતી. મે એક નાની ડીલ પસંદ કરી અને આ એક શાનદાર અનુભવ હતો. 
  
વિજયનો અભિનવ વ્યવસાય મોડલ ન ફક્ત ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે..  આ સાબિત કરે છે કે અનોખા વિચરો માટે હંમેશા સ્થાન હોય છે - ભલે પછી એ પાણીપુરી કેમ ન હોય.