શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 એપ્રિલ 2022 (15:37 IST)

સુરતમા પરણીત નણંદે સગી ભાભી પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું, પતિએ ધમકી આપી કે આ વાત કોઈને કરી છે તો તલાક આપી દેશે

લિંબાયતમાં રહેતી 24 વર્ષિય પરિણીતાને પતિ-સાસુ- નણંદ સહિતના સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો. પરિણીત નણંદે તો પરિણીતા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પરિણીતાની ફરિયાદ સાંભળીને પોલીસ ચોંકી ગઈ હતી. આવી ફરિયાદ પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

લિંબાયતમાં રહેતી 24 વર્ષીય સુલતાના( નામ બદલ્યું છે)ના લગ્ન ફેબ્રુઆરી 2021માં મુસ્લિમ રિવાજ મુજબ થયા હતા. પરિવારમાં પતિ, સાસુ, ત્રણ દિયર, બે નણંદ અને નંણદોઈ સાથે રહે છે. લગ્નના થોડા દિવસ પછી નાની-નાની વાતે પતિ, સાસુ, નણંદ ત્રાસ આપતા હતા. સુલતાનાની નાની નણંદ નઝમા( નામ બદલ્યું છે) સુલતાના સાથે મસ્તી કરતી હતી.

શરૂમાં સુલતાનાને એવું કે નણંદ છે, એટલે હસી-મજાક-મસ્તી કરતી હશે, પરંતુ 14 એપ્રિલ 2021એ સુલતાના ઘરમાં એકલી હતી. ત્યારે નઝમાએ સુલતાનાને બાહુપાશમાં પકડી પુરુષ જેવું વર્તન કરવા લાગી હતી. સુલતાનાને નગ્ન કરી નઝમા અડપલાં કરવા લાગી હતી. તેનું આ વર્તન જોઈ સુલતાના ચોંકી હતી. બૂમો પાડવાની કોશિશ કરતાં નઝમાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.નઝમાને સંતોષ થયા બાદ જતી રહી હતી. બે દિવસ બાદ નઝમાએ ફરી સુલતાના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.​​​​​​​ સુલતાનાએ પતિ અને સાસુને ફરિયાદ કરતાં તેમણે કહ્યું, આ ઘર નાનું છે. તું તારા પિતાના ઘરેથી 3 લાખ લઈ આવ પછી અલગથી રહેજે. સુલતાનાએ કહ્યું, પિતા પૈસા આપી શકે એમ નથી. તો પતિ-સાસુએ ઝગડો કરી ઘરમાંથી કાઢી મૂકતાં પતિ અને સાસુ વિરુદ્ધ દહેજની અને નણંદ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગે આઈપીસી કલમ 377 મુજબ ગુનો નોંધાવ્યો છે.

પતિ અને મોટી નણંદ આવતાં સુલતાનાએ બંનેને નઝમાની હરકત કહી હતી. બંનેએ જણાવ્યું હતું કે નઝમાને અસરાત છે, તેના પર કોઈ પુરુષ બાવા સવાર થઈ જાય છે, તેથી આ વાત કોઈને કરવી નહીં. સાસુ વારાણસીથી આવી ત્યારે તેને કહેતાં તેણે પણ આ વાત કોઈને ન કરવા ધમકી આપી હતી. પતિએ ધમકી આપી કે આ વાત કોઈને કરી છે તો તલાક આપી દેશે.