શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 જાન્યુઆરી 2019 (13:13 IST)

Naroda Patiya Case: સુપ્રીમ કોર્ટૅમાંથી 4 દોષીઓને મળી જામીન, 97 લોકોની થઈ હતી હત્યા

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ 2002ના નરોડા પાટિયા (Naroda Patiya Case)  મામલે ચાર દોષીઓને જામીન આપી દીધી છે. આ ચાર ઉમેશભાઈ ભરવાડ, રાજકુમાર, હર્ષદ અને પ્રકાશભાઈ રાઠોડ છે. 
 
જસ્ટિસ એએમ ખાનવિલ્કરની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની એક બેચે ચારેય દોષીઓને આ આધાર પર જામીન આપી છે કે હાઈકોર્ટના નિર્ણય પર હજુ ચર્ચાની શક્યતા છે. ખંડપીઠે જણાવ્યું હતું કે  ચારેયને જામીન પર છોડી દેવા  જોઈએ કારણ કે દોષીઓની અપીલની સુનાવણીમાં સમય લાગશે. એક દોષીને પોતાની પુત્રીના લગ્ન માટે અસ્થાયી જામીન આપવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી.  તેના બીજા જ દિવસે અમદાવાદના નરોડા પાટિયામાં 96 લોકોની હત્યા કરવામાં આ‌વી હતી. અને તેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.
 
ગોધરા કાંડ બાદ વિશ્વ હિન્દુ પરિષદે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન નરોડા પાટિયામાં ભીડ હિંસક બની હતી અને લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાથી મોટાભાગના  કર્ણાટક અને મહારાષ્ટ્રના પ્રવાસી હતા. લોકો પર આ હુમલો ઉગ્ર ભીડ દ્વારા કરવામાં આવ્યો હતો.