ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (16:17 IST)

સદગત પ્રણવ મુખરજીના માનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર કર્યો છે.
 
ભારત સરકારની આ શોક જાહેર કરવાની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે.
 
તદઅનુસાર, રાજ્યમાં જે સરકારી ભવનો-ઇમારતો પર નિયમીતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે આ રાષ્ટ્રવ્યાપી શોકના સમયગાળા તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સુધી અડધી કાઠીએ ફરકાવવાના રહેશે. એટલું જ નહિ, આ દિવસો દરમ્યાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો પણ યોજી શકાશે નહીં