સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (14:15 IST)

હથિયારનો જથ્થો છુપાયેલો હોવાની આશંકા વચ્ચે એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું

પોરબંદરથી 7 કિમી દૂર ગોસાબરા પાસે એનઆઈએના અધિકારીઓએ એક ઓપરેશન આદરીને ઊંડુ ખોદકામ કર્યું હતું. એનઆઈએને એવી બાતમી મળી હતી કે, આ વિસ્તારમાં હથિયારનો એક મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે જેમાં AK47 અને AK46, એસોલ્ટ રાઈફલ અને ગ્રેનેડનો સમાવેશ થાય છે. જે એક સ્મલિંગનો માલ છે, એક એવી પણ માહિતી હતી કે, વર્ષ 1993માં અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે આ વિસ્તારમાં દાણચોરીના હથિયારનો છુપાવ્યો હતો. ગુરુવારે વહેલી સવારે આ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, વર્ષ 1993માં અલ સદાબહાર અને બિસમિલ્લાહ એમ બે બોટથી પાકિસ્તાનના કરાચીથી કેટલાક સંવેદનશીલ હથિયારો અને આરડીએક્સનો જથ્થો દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક બોટને પોરબંદર દરિયાઈપટ્ટીથી અલગ ગોસાબરા પાસે અનલોડ કરવાની હતી. બોટ અલ સદાબહાર રાયગઢ જિલ્લાના શેકાડી દરિયાઈ વિસ્તારમાં અનલોડ થઈ હતી.બિસમિલ્લાહનો ઉપયોગ મુંબઈ સિરિયલ બ્લાસ્ટ વખતે વર્ષ 1993માં આરડીએક્સની દાણચોરી માટે થયો હતો. ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા એનઆઈએની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. જેણે પોરબંદર પોલીસ સાથે વાતચીત કરીને આ વિસ્તારમાં ખોદકામ માટે મદદ માગી હતી. પોરબંદર પોલીસે જણાવ્યું હતું કે, એનઆઈએ ટીમ સાથે પોલીસ ટીમનું સંચાલન ડીસીપી વિપુલ ગર્ગે કર્યું હતું. પરંતુ, એનઆઈએના આ ઓપરેશનમાં કંઈ મળ્યું ન હતું અને તે ખાલી હાથે પરત ફરી હતી.