શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 માર્ચ 2017 (12:57 IST)

વડોદરામાં દોઢસો વર્ષ જુનુ આંબલીનું ઝાડ અડધી રાતે સળગ્યુ

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજીની મેડિકલ કોલેજ સામે આવેલ અંદાજે ૧૫૦ વર્ષ જૂનું આમલીનું તોતિંગ ઝાડ મંગળવારની મધરાતે કોઈક કારણોથી ભડભડ સળગ્યું હતું. જો કે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી, પરંતુ ઝાડ આગમાં સળગી ગયા પછી જમીનદોસ્ત થઈ ગયું હતું.

ત્યાંથી ગેસ લાઈન પણ પસાર થતી હોવાથી ઘટનાને પગલે ઓએનજીસીની ટીમ પણ દોડી આવી હતી. જો કે, આગ લાગવાનું કારણ બહાર આવ્યું ન હતું.મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજીની મેડિકલ કોલેજ સામે આવેલ અંદાજે ૧૫૦ વર્ષ જૂનું આમલીનું તોતિંગ ઝાડ મંગળવારની મધરાતે કોઈક કારણોથી ભડભડ સળગ્યું હતું. જો કે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી, પરંતુ ઝાડ આગમાં સળગી ગયા પછી જમીનદોસ્ત થઈ ગયું હતું. ત્યાંથી ગેસ લાઈન પણ પસાર થતી હોવાથી ઘટનાને પગલે ઓએનજીસીની ટીમ પણ દોડી આવી હતી. જો કે, આગ લાગવાનું કારણ બહાર આવ્યું ન હતું.