ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2017 (14:32 IST)

બોર્ડની પરિક્ષા ટાણે જ એસ ટી બસ સર્વિસના કર્મચારીઓની હડતાળ, શિક્ષણપ્રધાને કહ્યું વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે

ગુજરાત રાજ્યએસ.ટી નીગમમાં ફરજ બજાવતાં કર્મચારીઓના સાતમાં પગાર પંચ, ખાનગી કરણ તેમજ અન્ય ૫૫ જેટલા પડતર પ્રશ્નોને લઈ આવતીકાલે મધ્યરાત્રીથી રાજ્યના ૪૦ હજાર કર્મચારીઓ હડતાલ પર ઉતરી ૮ હજાર બસોના પૈડા થંભાવી દેશે તેવી જી્ સંકલન સમિતિના વિવિધ સંગઠનો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યારે બીજી તરફ આજથી બોર્ડની પરીક્ષા શરૃ થનાર હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાના ટેન્શનની સાથેસાથે હવે હડતાળના સમાચારથી ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

જોકે સરકાર અને સંકલન સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલુ હોવાથી આજે સમાધાન થઈ જશે અને હડતાળ મોકુફ રહેશે તેવુ નિગમના ઉચ્ચઅધિકારીઓ જણાવી રહ્યાં છે. સંગઠનના સુત્રો જણાવે છે કે, H.R.A., C.L.A.નું બાકી ૩૩ મહિનાનું એરીયર્સ ચુકવવુ, નીગમમાં થતાં ખાનગી કરણને બંધ કરવામાં આવે, નો-પાર્કીંગ ઝોનનો કડક અમલ કરવામાં આવે, બસોના ચોક્કસ સમયના ટાઈમ ટેબલ બનાવવા અને ટાઈમ ટેબલની બુક બહાર પાડવી, પી.એફ અને પેન્શનની સ્લીપો કર્મચારીઓને તત્કાલ ચૂકવવામાં આવે વગેરે જેવા વિવિધ પ્રશ્નોનું તત્કાલ નિરાકરણ માટે સરકાર તેમજ નિગમના ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખીતમાં રજૂઆત કરવા ઉપરાંત તાજેતરમાં બેઠક પણ કરવામાં આવી હતી. પરંતુ અમારા એકપણ પ્રશ્નનું નિરાકરણ ન આવતાં આવતીકાલે મધ્યરાત્રીથી રાજ્યના ૪૦ હજાર કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. આ હડતાલ ૧૬ અને ૧૭ માર્ચ ચાલુ રહેશે. ST નિગમના સંગઠનો સાથે વાટાઘાટો ચાલી રહી છે. અને આવતીકાલે શરૃ થનાર બોર્ડની પરીક્ષામાં એકપણ વિદ્યાર્થીને ST બસોને લઈ કોઈપણ જાતની તકલીફ નહી પડે’