શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2017 (12:28 IST)

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના અહેવાલનું તારણ, પંજાબ કરતાં ગુજરાતમાં મહિલાઓમાં દારૃ પીવાનું પ્રમાણ વધારે

તાજેતરમાં જારી થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના અહેવાલને ધ્યાનમાં લેવામાં આવે તો તેના અનુસાર પંજાબ કરતાં ગુજરાતની મહિલાઓમાં દારૃ પીવાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ગુજરાતમાં ૧૫ થી ૪૯ની વયજૂથની ૦.૩% જ્યારે પંજાબમાં ૦.૧% મહિલાઓ દારૃ પીવે છે. ગુજરાતમાંથી શહેરી વિસ્તારની ૦.૧% અને ગ્રામ્ય વિસ્તારની ૦.૪% મહિલાઓ દારૃ પીવે છે તેવો તેવો આ સર્વેક્ષણમાં ખુલાસો થયો છે.

બીજી તરફ પંજાબમાં ગુજરાતથી સાવ વિપરીત સ્થિતિ છે. પંજાબના શહેરી વિસ્તારમાંથી ૦.૧% મહિલાઓ દારૃ પીવે છે, જ્યારે પંજાબના ગ્રામ્ય વિસ્તારમાંથી કોઇ પણ મહિલાઓ દારૃ પીતી નથી! વર્ષ ૨૦૧૫-૧૬ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ગુજરાતમાંથી પુરુષોનું દારૃ પીવાનું પ્રમાણ પણ  નોંધપાત્ર રીતે વધારે છે. ગુજરાતમાંથી ૧૫ થી ૪૯ની વયજૂથના ૧૧.૧% પુરુષો દારૃ પીવે છે. જેમાં શહેરી વિસ્તારમાંથી ૧૦.૬% અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૧.૪% લોકો દારૃ પીવે છે તેમ સામે આવ્યું છે. ગુજરાતમાં કુલ ૫૬ હજાર લોકો લીકર પરમિટ ધરાવે છે. આમ, ૧૧% લોકો ગેરકાયદે દારૃ માટે બૂટલેગર પર મદાર રાખે છે. આમ, ગુજરાતમાંથી કુલ ૪૦ લાખ લોકો દાર પીવે છે તેમ પણ કહી શકાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૃબંધી માટે સરકાર દ્વારા વધુ કડક કાયદાનો પણ અમલ કરવામાં આવ્યો છે. જેના અનુસાર દંડ વધારીને રૃપિયા ૫ લાખ સુધી કરાયો છે.