શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 10 એપ્રિલ 2017 (16:07 IST)

ગુજરાતમાં સ્થાપિત થશે NSG કમાન્ડોનું દેશનું પાંચમું સેન્ટર

કેન્દ્ર સરકારે આતંક વિરોધી દળ એનએસજી કમાન્ડોને ગુજરાતમાં સેન્ટર સ્થાપવાની મંજુરી આપી દીધી છે. જે દેશમાં એનએસજીનું પાંચમું કેન્દ્ર હશે. આ પૂર્વે વર્ષ ૨૦૦૮માં મુંબઈ આતંકી હુમલા બાદ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નાઈમાં ચાર કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા હતા.અ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સ્થાપિત આ સેન્ટરની ગુજરાતથી લઈને રાજસ્થાન સુધીની પશ્ચિમી સીમાની જવાબદારી તેની રહેશે.

ગાંધીનગરના રણાસણ ગામમાં ૧.૩૩ લાખ વર્ગ મીટર જમીન એનએસજીના સ્થાપી હબ માટે ફાળવવામાં આવી છે. જયારે કેટલાંક વર્ષો પૂર્વે ગુજરાતે એલીટ બ્લેક કમાન્ડો દળ માટે હબ બનાવવાનો પ્રસ્તાવ પણ મુકયો હતો. કારણ કે ગુજરાતનું સરહદ પાકિસ્તાનની ૫૧૨ કિલોમીટર લાંબી સરહદ સાથે અને ૧૬૪૦ કિલોમીટર દરિયાકિનારા સાથે જોડાયેલી છે. નેશનલ સીરિકયુરીટી ગાર્ડનું વિશાળ કેન્દ્ર ગુજરાતમાં સ્થાપવાની વાત હતી અને તેનો હેતુ આતંક સામે લડવા અને ખાસ કરીને જામનગરની રિલાયન્સ રીફાઈનરીની રક્ષાનો છે. યુપીએ સરકારે આ પહેલાં મુંબઈ, કોલકતા, હૈદ્રાબાદ અને ચેન્નઈમાં વધારાના કેન્દ્રો ખોલ્યા છે. ૨૬/૧૧ની ઘટના બાદ આ કેન્દ્રો ખોલાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વારંવાર એનએસજી હબ સ્‍થાપિત કરવાની માંગણી થતી રહી છે. કારણ કે, ૨૬મી જુલાઈ ૨૦૦૮ના દિવસે અમદાવાદમાં સિરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા હતા. એજ વર્ષે મુંબઈમાં ૨૬મી નવેમ્‍બરના દિવસે આતંકવાદી હુમલો કરવામાં આવ્‍યો હતો.
2011ની 18મી માર્ચે મનમોહન સરકારે આ દરખાસ્ત સ્વીકારી હતી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીપદે હતા ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં એનએસજી કેન્દ્ર ખોલવાની માગણી કરી હતી. મોદીની આ દરખાસ્તનો યુપીએ સરકારે સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. 2011ની 18મી માર્ચે મનમોહન સરકારે આ દરખાસ્ત સ્વીકારી હતી.

આતંકવાદીઓ દ્વારા મુંબઈ પહોંચવા માટે ગુજરાતના દરિયાનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. રાજ્‍યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસકે નંદાનું કહેવું છે કે, કેન્‍દ્રીય ગૃહમંત્રાલયને હાલમાં જ પત્ર લખીને ગુજરાતમાં એનએસજી હબ સ્‍થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાતના દરિયાકાંઠે મહત્વના મથકો પર આતંકી હમલાનો ભય બનેલો છે. એનએસજી દ્વારા મુંબઈથી જામનગર સુધી પહોંચવા માટેની કેટલીક ડ્રીલ પણ કરી લીધી છે. ખાસ ભાડે કરેલા સ્પેશ્યલ એરક્રાફટમાં એનએસજીના કમાન્ડો રિલાયન્સ રીફાઈનરી સુધી તાબડતોબ કઈ રીતે પહોંચી શકાય તેની ડ્રીલ કરી ચુકયા છે.

જામનગરની રિફાઈનરીને આ પહેલા જ સીઆઈએસએફનું સુરક્ષા કવચ અપાયું જ છે. વડાપ્રધાન તરીકે મોદી આવ્યા બાદ બે માસના સમયગાળા બાદ નિષ્ણાતોની ટીમોએ ગુજરાતની મુલાકાત પણ લીધી હતી. ગાંધીનગર પાસે એનએસજીનું વિશાળ કેન્દ્ર ખોલવા સૂચવાયેલી જમીનનું નિરીક્ષણ પણ થઈ ગયું છે.