ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 એપ્રિલ 2017 (20:23 IST)

સાયકલ ચોરીની ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિને પોલીસે સવાલ કર્યો વિમો ઉતરાવ્યો છે?

રાજકોટમાં શહેરમાં એક કિસ્સો જોવા મળ્યો છે કે જેમાં પોલીસ દ્વારા ખોવાયેલ સાયકલની તપાસ નહીં થતી હોવાથી રાજકોટના એક સામાજિક કાર્યકરે પોતાની સાઇકલનો વીમો ઉતરાવતા લોકો આશ્ચર્ય પામી ગયા છે અને જે લોકો સાયકલ ખરીદ કરે તેઓ ફરજીયાત વીમો ઉતરાવે તેવી અપીલ પણ કરી હતી. રાજકોટમાં એક વ્યક્તિની જ્યારે સાયકલ ચોરાઈ ત્યારે તે પોલીસ ફરિયાદ કરવા ગયા અને ત્યાં પોલીસ કર્મીએ પુછ્યું કે વીમો છે?, આ વાક્ય સાંભળતા જ તેઓ અચંબીત થઈ ગયા હતા. જે પછી તેમણે નિર્ણય કર્યો કે તે સાયકલનો પણ વીમો ઉતરાવશે અને તેમણે પછી પોતાના નિર્ણય પ્રમાણે સાયકલનો વીમો પણ ઉતરાવ્યો.

રાજકોટના સામાજિક કાર્યકર અલ્તાફ ચીચોદરા જીવહત્યા સામે અવાજ ઉઠાવતા હોય છે ત્યારે પોતે પોતાની સાયકલ મારફતે આરટીઆઈ કરવા માટે ધક્કા ખાતા હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલેથી પોતાની સાયકલ ચોરાઈ જતા પોતે પોલીસનો સંપર્ક કરતા પોલીસે ફરિયાદ નોંધવાને બદલે સાયકલનો વીમો છે એવો પ્રશ્ન પૂછતાં સામાજિક કાર્યકરે સાયકલનો વીમો લેવા માટે લડત શરુ કરી હતી અને અંતે કલેક્ટરની ભલામણથી પોતાની સાયકલનો 387 રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો. વધુમાં રાજકોટ શહેરમાંથી ચોરાતી સાયકલો રવિવારી બજારમાં વેચાતી હોવાની જાણ પોલીસને હોવા છતાં પોલીસ તપાસ કરતી નથી તેથી લોકોએ પોતાની સાયકલનો વીમો ઉતરાવી લેવો જોઈએ તેવી અપીલ સામાજિક કાર્યકરે કરી હતી.