બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2017 (17:32 IST)

ગુજરાતી ગર્લ્સને હવે સ્માર્ટફોન અને ટેબ્લેટ મળશે એકદમ સરળ હપ્તે

ગુજરાતની કન્યાઓ અને મહિલાઓ માસિક સરળ હપ્તેથી સ્માર્ટફોન તથા ટેબ્લેટ ખરીદી શકે તે માટે ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેન્ક દ્વારા નવી સ્કીમ જાહેર થઈ રહી છે. જેનું ઉદ્ઘાટન આજે બીજી મેએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજનાબહેન રૂપાણી દ્વારા કરવામાં આવ્યું. એસજીઈ હાઈવે નજીક દિનદયાળ ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ, પુરૂષોત્તમ રૂપાલા, ઈશ્વરભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ  ઉપસ્થિત છે.

મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ અંતર્ગત કન્યાઓ તથા મહિલાઓને રૂ.1000ના ડાઉન પેમેન્ટથી સેમસંગ સ્માર્ટ ફોનના 4 જુદા જુદા મોડેલ તથા ટેબ્લેટમના ત્રણ મોડેલ ઓફર કરાશે. જેનું બાકી પેમેન્ટ સાત માસના હપ્તામાં 1 ટકા વ્યાજ સાથે વસૂલવામાં આવશે. મોબાઈલ સાથે ટફન ગ્લાસ, કવર તથા એક વર્ષનો વીમો વિનામૂલ્યે અપાશે. આવતા છ માસમાં 1 લાખથી વધુ કન્યાઓ મહિલાઓને આ સ્કીમનો લાભ આપવામાં આવશે. બીજી મેએ એસ.જી. હાઈવે નજીક દિનદયાળ ઓડિટોરિયમમાં આ નવી સ્કીમ લોન્ચ થશે. તે વખતે કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે.