ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 મે 2017 (16:53 IST)

હવે ગુજરાત સરકાર ગાયોની માહિતી રાખશે, દૂધાળુ ગાયોમાં GPS ચિપ લગાવશે

ગુજરાત ગોસેવા અને ગોચર વિકાસ બોર્ડ રાજ્યની મોટાભાગની દૂધ આપતી હજારો ગાયોમાં GPS માઇક્રોચિપ લગાવા જઇ રહી છે. પહેલા તબક્કામાં 50 હજાર ગાયોમાં રેડિયો ફ્રિકવેન્સી આઇન્ડેટિફિકેશન ડિવાઇસેજ લગાવવામાં આવશે. બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભ કઠિરિયાએ કહ્યું કે માઇક્રોચિપ પશુથી સંબંધિત વંશ, આયુષ્ય, દૂધનું પ્રમાણ અને માલિકનું નામ જેવી જાણકારીઓને સ્ટોર કરીને રાખશે. ડીવાઇસમાં ગાયનું આઇડેન્ટિફિકેશન નંબર, જન્મતિથિ, હેલ્થ રિકોર્ડસ અને પ્રવાસન સાથે સંબંધિત જાણકારીઓ પણ હશે.

એમણે વધુમાં જણાવ્યું કે એનાથી માલિકોને ગાયોને ટ્રેસ કરવામાં મદદ મળશે અને ગોકક્ષીની બાબતની પણ જાણ થઇ શકશે. બોર્ડએ 200 થી વધારે ગૌશાળાઓમાં આઇન્ડેટિફિકેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે અને ઓગસ્ટમા અંત સુધી આ કામ પૂરું કરી દેવામાં આવશે. રાજ્ય સરકારે આ કામ માટેની મંજૂરી આપી દીધી છે. આ કામ માટે રાજ્ય સરકારે 2.78 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પ્રોજક્ટને લાગૂ કરાવવા માટે બોર્ડે ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની સાથે એક કરાર પણ હસ્તાક્ષર કર્યો છે. RFID કિટમાં ત્રણ ચીજો છે, માઇક્રોચિપ જેને ગાયના કાનમાં લગાવવામાં આવશે, રેડિયો ફ્રિકવન્સી ડિવાઇસ અન ‘ગોસેવા એપ્લિકેશન’. પશુપાલનથી સંબંધિત રાજ્યના મંત્રી બચૂ ખબદએ કહ્યું કે ગાયોની રક્ષા માટે ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. એમણે કહ્યું આ પ્રોજેક્ટથી રાજ્યની સ્વસ્થ દૂધારુ ગાયોની સંખ્યા વધારવામાં મદદ મળશે.