શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2017 (18:20 IST)

એકબીજાનું હેર કટિંગ કરવાની અનોખી પરંપરા કે પછી સુવિધાના અભાવે ચાલતુંચલણ?

મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો આદિવાસી સમાજ ધરાવતો તાલુકો છે. સામન્ય રીતે આજના આધુનિક યુગમાં દરેક નવ યુવાન હેન્ડસમ બની પોતાની આગવી ઓળખ આપતા હોય છે. ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં નવ યુવાનો એક બીજાના વાળ કાપી રહ્યા છે. સામાન્ય રીતે આજે શહેરના નવ યુવાનો અવનવી ફેશન મુજબ  સલુનમાં વાળ કપાવવા માટે હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. ત્યારે આ ડુંગર વિસ્તારના   યુવાનો ગામમાં લગ્ન હોય ત્યારે આગલા દિવસે એક બીજાના વાળ કાપતા હોય છે.  આ અલગ-અલગ હેર સ્ટાઇલના વાળ કટિંગ માટે તેઓ કોઇ હેર સલુંન પર શીખવા નથી ગયા કે નથી કોઇ તાલીમ લીધી તેમ છંતાય તેઓ અવનવી સ્ટાઇલમાં તેઓ એક બીજાના વાળ કાપે છે.

 યુવાનો ડુંગર વિસ્તારમાંથી નસવાડી વાળ કપાવવા જાય તો તેમને ભાડું રૂ. 50 થાય છે. હાલ ડુંગર વિસ્તારમાં ઉનાળાના સમયમાં આ નવ યુવાનો પાસે રોજગારીનો મુખ્ય અભાવ છે. સામાન્ય રીતે ફેશનેબલ વાળ કપાવવાના નોર્મલ 500થી 1000 રૂપિયા હેર સલુંન વાળ લેતા હોય છે. ત્યારે નસવાડીના નવ યુવાનો ગામના જ નિશાળ ફળીયા પાસે વૃક્ષના છાયડાં નીચે ભેગા થઇ એક બીજાના વાળ કાપી રહ્યા છે. આ નવ યુવાનો પાસે ફેશનેબલ હેર કટિંગના નથી કોઇ સાધનો કે મોંઘી દાટ ખુરશી. તેઓ નીચે જમીન પર જ બેસી ને વાળ કાપે છે. વાળ કપાઇ ગયા બાદ નવ યુવાનો કેવા વાળ કપાયા છે તે જોવા માટે ફક્ત એક અરીસો રાખે છે.