ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2017 (12:24 IST)

પાટીદારો કહે છે કે ધારાસભ્ય નીતિન પટેલ ખોવાયા, જુઓ નાયબ મુખ્યપ્રધાન શું કહી રહ્યાં છે

પાટીદારો નિતિન પટેલને આ અંગે તપાસ બાબતે આડેહાથ લઈ રહ્યાં છે. તેઓ કહે છે કે અમારા ધારાસભ્ય અમને ક્યાંય દેખાતા નથી. પાટીદારોના નિવેદનો બાદ  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કેતન પટેલના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરથી બાહ્ય ઈજાના ચિન્હો પરથી અમને લાગ્યું કે આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ બાબત પર અમે ચર્ચા પણ કરી છે અને આ સંદર્ભે તપાસ થવાનો અને ફરિયાદ નોંધાવાનો નિર્ણય કર્યો છે. પોલીસને પણ અમે સૂચના આપી છે કે કોઓપરેટ કરે અને ન્યાયીક તપાસ કરે.કોંગ્રેસ આ બાબતમાં રાજકારણ ન રમે. તેમણે એમ પણ કહ્યું કે, આ પોલીસ કસ્ટડીયલ ડેથ નથી જ્યૂડીશ્યલ કસ્ટડીયલ ડેથ છે. ચીફ મેજીસ્ટ્રેટ આ સંદર્ભે રિપોર્ટ કરશે સેસન્સ જજને. ચીફ જ્યૂડિશ્યલ મેજીસ્ટ્રેટ હવે લોકોની જૂબાની પણ લેશે અને સરકાર આ બાબતે કડક તપાસ કરશે. આજે મહેસાણા બંધ હતું પણ તેમાં આજે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આ બાબતે ડીજીપીએ પણ ડીએસપીને ફરિયાદ નોંધવાના ઓર્ડર્સ આપ્યા છે. તેમણે ઉમેર્યું છે કે, સગાવાલા જ્યારે એફઆઈઆર આપી દેશે તો પોલીસ દાખલ કરી તેની તપાસ શરૂ કરશે. એક નાની રકમની ચોરીના બનાવમાં આ ઘટના બની પણ રાજકીય ઈરાદાથી આ બાબત વણસી છે. કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચી ગયા અને ખોટી રીતે ઉશકેરણી કરી રહ્યા છે. ઉપાય બતાવવાને બદલે આ બનાવને વધુને વધુ રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસે માંડવી અને ભૂતકાળમાં પણ આવા કામ કર્યા છે. આ દુઃખદ બાબત છે. કોંગ્રેસ હવે નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા છે.  તેમણે એવું પણ કહ્યું કે, હાલ પોસ્ટ મોર્ટમનો પ્રિલીમનરી રિપોર્ટ આવેલો છે પણ હજુ એફએસએલનો રિપોર્ટ આવતા થોડી વાર લાગશે પણ હાલ બાહ્ય ઈજાના ચિન્હોના આધારે આ ઘટનામાં ફરિયાદ નોંધાશે. મહેસાણા મારો વિસ્તાર છે અને હું તેનો પ્રતિનિધી છું તેથી મેં આ ઘટનામાં અંગત રસ લઈને મુખ્યપ્રધાન અને સરકારને તપાસની માગ કરી હતી. સગાવાલા અને પોલીસ સાથે અમે સતત સંપર્કમાં છીએ.