શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2017 (15:42 IST)

શાહરુખે ગાંધીનગર ખાતે વિજય રૂપાણી સાથે મુલાકાત કરી

ઈમ્તિયાઝ અલી નિર્દેશિત 'જબ હેરી મેટ સેજલ'નું 'રાધા' સોંગ અમદાવાદમાં લોન્ચીગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખૂબ ધમાલ-મસ્તી થયા હતા. આ સોંગ લોન્ચીગ માટે સેજલ અને રાધા નામની યુવતીઓને બોલાવવામાં આવી હતી. શાહરૂખને મળવાની તક મળતા જ ઉપસ્થિત તમામ ગર્લ્સે તેના પર ચુંબનોનો વરસાદ કરવા સાથે હગ કરવા લાગી હતી. શાહરૂખના ચાર્મને જોઈ આ તમામ યુવતીઓ બેકાબૂ બની હતી.

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન આજે પોતાની આગામી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ ના પ્રમોશન માટે ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવ્યો છે. શાહરૂખે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી. શાહરૂખની આગામી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ 4 ઓગસ્ટ 2017ના રોજ રિલિઝ થઇ રહી છે જેમાં તેની સાથે અનુષ્કા શર્મા અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.