રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2017 (14:43 IST)

ગુજરાતમાં અમિત શાહનો આગામી ત્રણ દિવસનો કાર્યક્રમ રદ થતાં અટકળો શરૂ

આગામી 9થી 11 સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવનારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો બે દિવસનો કાર્યક્રમ એકા એક રદ થયો છે. તેઓ માત્ર 11મીએ રાષ્ટ્રપતિના ઉમેદવાર રામનાથ કોવિંદ સાથે ગુજરાત આવશે અને ગાંધીનગરમાં ધારાસભ્યો, સંસદસભ્યો સાથે બેઠક કરી પેજ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપી રવાના થશે.  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાસ પત્રકાર પરિષદ યોજીને અમિત શાહના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની માહિતી આપી રહ્યાં હતાં.

ત્યારે અચાનક ફોન આવતાં વાઘાણીએ જાહેરાત કરી હતી કે, અમિત શાહનો 9 અને 10નો કાર્યક્રમ રદ કરવામાં આવે છે અને માત્ર 11મીએ તેઓ સવારે ગુજરાત આવશે. સાંજે તેઓ સહકાર સંમેલનમાં હાજરી આપશે. તે પછી સ્વર્ણિમ સંકુલ ખાતે એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર રામથાન કોવિંદ સાથે સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને ગાંધીનગરમાં પેજ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપશે.