શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સૂરત. , ગુરુવાર, 13 જુલાઈ 2017 (10:31 IST)

આતંકવાદીઓ ભલે હુમલા કરતા રહે... મારા પતિ તો અમરનાથ જશે જ - ડ્રાઈવર સલીમની પત્ની

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ મુસાફરોની બસ પર થયેલ આતંકી હુમલામાં એકબાજુ 7 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા હતા તો બીજી બાજુ બસ ડ્રાઈવર સલીમ અન્ય 49 મુસાફરો સાથે જીવ બચાવીને દેશના હીરો બની ગયા છે. 
 
સલીમની આ બહાદુરીપર ન ફક્ત એના પરિવારને જ નહી આખા દેશને ગર્વ છે. આ દરમિયાન સલીમ અને તેના પરિવારના લોકોએ કહ્યુ કે તેઓ અમરનાથ યાત્રા પર શ્રદ્ધાળુઓને હંમેશા લઈને જતા રહેશે. સલીમની પત્નીએ કહ્યુ, "મારા પતિએ અનેક અમરનાથ શ્રદ્ધાળુઓના જીવ બચાવ્યા છે. મને તેમના પર ગર્વ છે. ભલે હુમલા થતા રહે.... હુ છતા પણ તેમને અમરનાથ યાત્રાળુઓ સાથે મોકલીશ." સલીમનો પરિવાર મહારાષ્ટ્રના પીપલખેડાનો રહેનારો છે.