મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2017 (13:07 IST)

કોંગ્રેસે ચૂંટણી ઢઢેરાની તૈયારી કરી, જીલ્લાથી માંડીને રાજ્યકક્ષાની સમસ્યાઓની માહિતી એકત્ર કરાઇ

વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બેઠકોના દોરના ધમધમાટ વચ્ચે હવે ચૂંટણી ઢંઢેરાની તૈયારીઓ શરૃ કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરામાં શેનો સમાવેશ કરવો તે મુદદે સ્થાનિક આગેવાનોથી માંડીને દાવેદારો, પ્રદેશના નેતાઓ પાસે માહિતી મંગાવાઇ છે. આ વખતે કોંગ્રેસે સ્થાનિક-રાજ્યકક્ષાએ એમ બે અલગ અલગ ચૂંટણી ઢંઢેરા બહાર પાડવા નક્કી કર્યું છે. સૂત્રોના મતે, ભાજપના શાસનમાં કયા મુદ્દા ,કઇ સમસ્યાથી પ્રજા પિડીત છે

તેનો અભ્યાસ કોંગ્રેસે શરૃ કર્યો છે. કોંગ્રેસે કઇ કઇ સમસ્યા ઉકેલવાનુ આશ્વાસન આપવામાં આવે તો પ્રજા મત આપી શકે તે મામલે વિચાર વિમર્શ શરૃ કરાયો છે. કોંગ્રેસે લોકસભા મત વિસ્તારાના નિરીક્ષકો, પ્રદેશના નેતાઓ ,ટિકિટના દાવેદારો, જિલ્લાના આગેવાનોને તેમના વિસ્તારની મુખ્ય સમસ્યાઓ વિશે માહિતી એકત્ર કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કયા કયા વચનો પાળ્યા નથી તે મામલે પણ જાણકારી એકત્ર કરવામાં આવી છે. ગત વખતે કોંગ્રેસે ઘરનુ ઘર આપવાનુ વચન કર્યુ હતું જે પ્રજાએ સ્વિકાર્યુ હતુ. જે પાછળથી ભાજપે અપનાવી હાઉસીંગ સ્કિમ બનાવવી અમલમાં મૂકવી પડી હતી. કોંગ્રેસ આ વખતે પણ મતદારોને આકર્ષિત કરે તેવી સ્કિમની શોધમાં છે. ખાસ કરીને કોંગ્રેસ બેરોજગારોને બેકારી ભથ્થુ આપવાના મામલે યુવા મતદારોને આકર્ષિત કરવા મથામણ કરશે તેવુ લાગે છે. કોંગ્રેસે સ્થાનિક મુદદા અને રાજ્યકક્ષાની સમસ્યા એમ અલગ અલગ તારવીને બે ચૂંટણી ઢંઢેરા જાહેર કરે તેવી રણનિતી ઘડાઇ છે. કોંગ્રેસે ૩૦મી જુલાઇ પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ ચૂંટણી ઢંઢેરાના મુદદાઓ,જાણકારી, સમસ્યા સહિતની વિગતો મોકલવા આગેવાનોને જણાવી દેવાયું છે